SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સાધુઓ દેવને પિંડ વહેરતા હોય! તે સાધુઓની એષણ સમિતિ બેવાઈ જાય. આહત દેષ જરૂર લાગે. દેવો અવધિજ્ઞાની હોવાથી સાધુના વિચાર પારખી વહેરાવવા લાવે. સાધુઓને અરસ નીરસ વહોરવાને ત્યાગ અદશ્ય થઈ જાય. બારેમાસ દેવપિંડ લેવાથી ત્યાગી ગણાતા ક્ષાધુઓ ભેગી બની જાય. માટે જ કેવળજ્ઞાન નિધાન જિનેશ્વરદેએ આવા બીજા પણ અનેક દેનું કારણ જાણું દેવપિંડ લેવાની ના પાડી છે. પ્રશ્ન : પૌષ્ટિક કે સ્વાદિષ્ટ આહાર ન વહોરે હોય તો ન વહોરે, પરંતુ રાજ્યપિંડ કે દેવપિંડ વહોરેજ નહીં. તેમાં કેટલાક દાતાને દાનાન્તરાય લાગે. સગવડ અને ભાવના હોવા છતાં સુપાત્ર દાનને મહાન લાભ ન લઈ શકે, એ પણ ઠીક તો નહીજ ને ? કારણ કે શાસ્ત્રોમાં ચિત્ત-આપવાની ઉદાર wવના. વિત્ત-નિર્દોષ શુદ્ધ આહાર પાત્રમાયા–મમતા લાલસા ગૃદ્ધિ વગરના, તથા રત્ન અને સુવર્ણના પાત્ર જેવા સુપાત્ર સાધુને, જોયા. ઓળખ્યા તો પણ વહોરાવી ન શકાય તેની કમનસીબી નહીં ? ઉત્તર : દાતા ઉપરની દયા કરતાં પણ વહોરનારને વધારે અનર્થથી બચાવવા માટે, દયા ગુણના સમુદ્ર જિનેશ્વર ભગવંતએ રાજ્યપિંડ અને દેવપિંડ વાર્યો છે. ભગવાન જિનેશ્વરદેવને કેવળજ્ઞાન હોવાથી લાભ-નુકસાનમાં એક પણ સ્થાન અજાણ્યા રહેલ નથી. પ્રભુ મહાવીર સ્વસ્થ હતા. પ્રભુજી ચેમાસું પિતાના ગામમાં રહ્યા હતા. જિર્ણશેઠ પ્રભુજીને ભક્ત હતા. ભાવના ભાવતો હતો. વહોરવા બોલાવવા તે હતે. પ્રભુજીને છઠ હશે-આઠમ હશે અડાઈ હશે પક્ષ હશે માસ પણ હશે એમ ચાર માસ સુધી, વહરાવવાની જ ભાવના વાળા જિર્ણ શેઠના ઘેર પ્રભુજી ન પધાર્યા. અને સુપાત્રને જ નહીં ઓળખનાર પૂર્ણશેઠના ઘેર વહોરવા પધાર્યા. આદરવાળાના ઘેર ગયા નહીં અનાદરવાળાના ઘેર ગયા. જેમ બજારમાં માલ ખરીદવા ગયેલ વેપારી વેચનારની દયા વિચાર નથી પરંતુ પિતાનો લાભ વિચારીને માલ ખરીદે છે, તેમ શ્રીવીતરાગ શાસનના સાચા મુનિરાજે પિતાની રત્નત્રયીને પોષવા આહાર વહોરે છે, અને વાપરે છે. અને રત્નત્રયીને જરૂર ન હોયત વહોરવા ન જાય. રત્નત્રયીને બગાડે તે આહાર ન વહેરે. વાપરતાં પણ રત્નત્રયી ન બગડે તેનું ચોક્કસ ધ્યાન રાખે. પ્રશ્ન : કૃષ્ણવાસુદેવનાં માતા દેવકી રાણીના ઘેર, છ મુનિરાજે વહોરવા પધાર્યા હતા, તથા દેવકી રાણીનાં લગ્ન વખતે, અતિમુક્તમુનિરાજ, કંસરાજા અને જીવયશા રાણીના ઘેર, વહોરવા પધાર્યાનું વર્ણન આવે છે તેનું કેમ? ઉત્તર : મહાવિદેહ ક્ષેત્રના સર્વ જિનેશ્વર દેવને અને પાંચ ભરત ક્ષેત્ર તથા પાંચ ઐરવત ક્ષેત્રના, વચલા બાવીસ જીનેશ્વર દેવાના મુનિવરેને આચાર એક સરખો
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy