SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણવર્ષીના વજ્રકુમારે એધા મુહપત્તિનું કરેલું બહુમાન ૨૧૯ મા લેવાથી, પૂજ્ય ગુરુદેવા અને તીથંકરદેવોને પણ માન્યશ્રીસંઘ વગેરે બધા આનંદ પામશે. આવે વિચાર કરીને રાજ્ય સભામાં પધરાવેલા, ગુરુમહારાજના કૈલા, એદ્યા અને મુહપત્તિ ઉપાડી લીધા. એટલું જ નહિ, પરંતુ, ક્ષુધાતુરને ઘેબર મળે, તૃષાતુરને અમૃત મળે, નિર્ધન માણસને નિધાન મળે, અને હઘેલાપણુ' આવી જાય તેમ, વાકુમાર પણ એઘા મુહપત્તિને બે હાથે પડી, મસ્તક ઉપર ચડાવી, ખૂબ ખૂબ નાચ કરવા લાગી ગયા. અને સમગ્ર–સભામાં, જય જયકારના શબ્દોના ગજા રવ થયા. ફક્ત માતા સુનંદાદેવી સિવાય, સમગ્ર શ્રીસંધ અને તટસ્થ રહેલા રાજા અને રાજ્યના અધિકારીએ પણ આનંદ પામ્યા. દરેકને એમ જ થયું કે, આમાં જરૂર કોઈ દૈવી સકેત હોવા જોઈએ, નહિતર આ ન્યાયમાં માતાના પક્ષજ બળવાન હતા. છતાં માતાની હાર થઈ છે. તથા મહામુનિરાજોના પક્ષ બિલ્કુલ સામાન્ય હાવા છતાં, મુનિરાજોની જિત થઈ છે. વયરકુમાર ત્રણથી આઠ વર્ષ સુધી, સાધ્વીજીના ઉપાશ્રયમાં ઉછર્યા હતા. અને સાધ્વીઓના સ્વાધ્યાયમાં, પરાવર્તન પામતાં આચારાંગ આદિ અગ્યાર અગાને, એકાગ્ર ચિત્તે સાંભળતા હતા, તેથી બુદ્ધિના ક્ષયાપશમથી અગ્યારે અંગેા તેમને કંઠસ્થ થયાં હતાં. આઠ વર્ષની વય થતાં તેમની મેાટા આડંબરથી દીક્ષા ઉજવાઈ હતી. બાલ્યવયથી સયમ પાળવામાં ખૂબ જ સાવધાન રહેતા હતા. તેમની દીક્ષા પાળવામાં કસોટી પણ થઈ હતી. પ્રશ્ન : વકુમારને ચારિત્ર પાળવામાં કોઈ ઉપસર્ગ નડ્યા હતા ? ઉત્તર : શ્રીવીતરાગ માગ માં ઉપસના બે પ્રકાર છે: એક અનુકુળ અને બીજો પ્રતિકુળ. એમાં પ્રતિકુળ ઉપસ કરતાં, અનુકુળ ઉપસગ ઘણા આવે છે. અને તે લગભગ ઘણાએ ઉપર સત્તા ચલાવે છે, પરંતુ તે ઉપસર્ગાને પચાવી લેવા ખૂબ મુશ્કેલ ગણાય છે. પ્રશ્ન : અનુકૂળ ઉપસ↑ કેને કહેવાય ? અને પ્રતિકુળ ઉપસર્ગ કેને કહેવાય ? ઉત્તર : દુ:ખ દેનારા ઉપસગે પ્રતિકુળ ઉપસર્ગો કહેવાય છે. જેમ પાર્શ્વનાથ સ્વામીને કમઠના ઉપસ, ભગવાન મહાવીરદેવને શૂલપાણિને, સંગમદેવના, ચંડકૌષિકનેા, ગાશાળાના, ભરવાડાના ઉપશગ, ખધકસૂરિના પાંચસા શિષ્યાને ઘાણીમાં પીલવાના ખંધકમુનિના શરીરની સંપૂર્ણ ચામડી ઉતારવાના, સુકાશળમુનિને વાઘણના, ગજસુકુમારને ખેરના અગારાના, મેતા મુનિને સોનીનેા. આ અને આવા બધા પ્રતિકુળ ઉપસમાં જાણવા.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy