SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ લાવ્યા. અને આ વખતે બાળક વજ્રકુમારની વય લગભગ ત્રણ વર્ષની હોવાથી, રાજ્યસભામાં લાવી છૂટા મૂકવામાં આવ્યા. બાળકને જોઈ ને રાજા તથા રાજ્યાધિકારીઓ પણ, અનિમેષ નયણે તાકી જ રહ્યા. અને મનોમન કહેવાઈ જવાયુ` કે, આવા બાળક માટે માતા મમત્વ કરે છે, તે બિલકુલ વ્યાજબી છે. પરંતુ આ બાળકનું કપાળ કોઈ મહાન ઐશ્વર્યનું સૂચક લાગે છે. એટલે ન્યાય કાનાપક્ષમાં જશે એ નક્કી કરવું મુશ્કેલ છે. પા, પા પગલી ચાલતાં શીખેલા વજ્રકુમારને, રાજાના અધિકારી તરફથી આંગળીથીસાઈન કરીને, માતાનાં ખાન-પાન-પરિધાન અને ક્રીડનકા બતાવવા પ્રયાસ થયા. માતાજીએ પણ ઉભા થઈ, પુત્રને ઉચકી લઇ, છાતી સાથે ચાંપીને, પોતાની વસ્તુએ બતાવી, પસંદ કરવા ધ્યાન દોરબ્યુ’. માતા કહે છે કે વહાલા દીકરા, મારી હાર અથવા જિત તારી ઇચ્છાને આધીન છે. અહીં વાચક વર્ગનું ધ્યાન દોરવું પડશે કે, આવડા બાળકને આવી વસ્તુઓમાં પ્રલેાભન ન થવાનું કારણ શું ? કારણ એ જ કે ગયા જન્મમાં અષ્ટાપદતીર્થ ઉપર પધારેલા ભગવાન શ્રી મહાવીર પ્રભુના પ્રથમ શિષ્યરત્ન ગણધરદેવ ગૈાતમસ્વામીની તિરિયગ્ જ ભકદેવપણામાં દેશના સાંભળી હતી, અને ત્યાં જ સંસારની અસારતા સમજાઈ હતી. અને તેજ ક્ષણે, તેજ જગ્યાએ. હવે પછીના જન્મમાં, મનુષ્ય જન્મ પામીને, બરાબર ધર્મની આરાધના કરવાના કરેલા સંકલ્પ, અને સાથેાસાથ પિતાની દીક્ષાની વાતાનું શ્રવણ થવાથી, પ્રકટેલું જાતિસ્મરણજ્ઞાન વજ્રકુમારના ચિત્તમાંદિરમાં સ્થિર થઈ ગયું હાવાથી માતાને કંટાળા આપવા રાતિદવસ રડવાનું ચાલુ રાખ્યું હતું. આજે જ્ઞાનભંડાર ખાલક વકુમારે માતાની બધી સામગ્રી જોઈ લીધી. અને ગુરુદેવના મૂકેલા રજોહરણ મુહપત્તિ પણ જોઈ લીધા. અને મનમાં વિચાર કરી લીધેા કે, મારી માતાની જીત થાય તેા ક્ષણવાર તે જરૂર આનંદ પામશે. પરંતુ મારા અને માતાના સંસાર વધી જશે. અને આજે ક્ષણવાર માતાની હાર થશે તેા, માતા જરૂર રડશે, ચિંતાતુર બનશે, પરંતુ તે તેમની ચિંતા, સંસારનાં બંધનોને કાપવા માટે, કાતરનું કામ કરનાર થશે. મેં ગયા જન્મમાં ચાક્કસ ધમ આરાધવા વિચારો કરી રાખ્યા છે. હું ધન્યભાગ્ય છું કે, જેના મામા અને પિતાજી મહામુનિરાજ અનેલા છે. માટે મારી ઉપકારિણી જન્મદાત્રીમાતાના ક્ષણના આન ંદને અળગા ફરીને, તે માતા ભવાભવ સુખીયાં થાય, તેવા
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy