________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ભાળી શ્રાવિકા, તમે કેમ અજ્ઞાનમાં ડૂબી ગયાં છે ? શું ભૂતકાળમાં તમારા જેવી સુશ્રાવિકાઓએ, પોતાના વહાલા પુત્રા નથી વહોરાવ્યા ? જીએ, ભદ્રાશેઠાણીને એકના એક શાલિભદ્ર પુત્ર હતા, ખત્રીશ નારી પરણેલા હતા. પરંતુ પ્રભુ મહાવીર સ્વામીને વહોરાબ્યા, તમને યાદ નથી ? તથા કાકઢીનગરીનાં ભદ્રા શેઠાણીએ પણ પેાતાના એકના એક અને, બત્રીસ કન્યાઓ પરણેલા પુત્ર ધન્નાને પ્રભુ મહાવીર સ્વામીને વહોરાવ્યા હતા. તથા ઉજ્જયિની નગરીનાં ભદ્રમાતાએ પણ, પેાતાના એકનાએક અને બત્રીસપત્ની પરણેલા પુત્ર અવંતી સુકુમારને આ સુહસ્તિસૂરિમહારાજને વહોરાવ્યો હતા.
૨૧૬
વળી શ્રી તેમનાથ સ્વામી વારે થાવચ્ચા સાથે વાહીએ, પેાતાના પુત્ર થાવચ્ચાકુમારને નેમનાથ સ્વામીને વહોરાવ્યો હતા. સુલસા શ્રાવિકાએ પોતાના છ પુત્રાને, તેમનાથ સ્વામીને વહોરાવ્યા હતા.
આવા આપણા જૈન ઇતિહાસમાં એક બે દાખલા નથી પણ હજારો, જોવા વાંચવા મળે છે. એને વિચારો, અને પુત્રને પાછો લેવાના, ઉતાવળીયા સંકલ્પોને અંધ કરો. અને મુનિમહારાજાના અને શ્રીસંઘના આગેવાનેાના, સુનંદાદેવીને સમજાવવાના, શકય બધા પ્રયત્નો થયા. પરંતુ વજ્રકુમારની માતાના પુત્રમેાહ, બધા પ્રયાસામાં અલા સમાન થયા હતા. તેથી સુનંદાદેવી પાતાના વિચારો ફેરવી શકયાં નહીં.
મુનિરાજો : શ્રાવિકા ! તમે બાળકને વહેારાબ્યા હતા, એ વાત યાદ નથી ? વખતે અમે બધાએ, તમારા આવા ઉતાવળા સાહસને બદલવા કહેલું, તમને યાદ છે? આ આળકને અમારે વહેારવા હતા કે તમે વહેારવાની ફરજ પાડી હિત ? તે વખતે તમારૂં આ સાહસ છે, ક્ષણિક છે, એમ લાગવાથી જ અમારે આ બધાને સાક્ષી રાખવા પડ્યા હતા. આ બધું તમે ભૂલી ગયા ?
સુનંદાદેવી : મેં આ બાળકને, મને ખૂબ હેરાન કરતા હોવાથી, તેના પિતા તથા તેના મામા મુનિરાજોને વહેારાવ્યા હતા, તે વાત તદ્દન સાચી છે. આ પાડાસણા અને બહેનપણીઓને સાક્ષી રાખ્યાની વાત પણ હું ખાટી કહેતી જ નથી. શ્રીવીતરાગના મુનિરાજો અસત્ય બોલે, એવું મારા મનમાં પણ નથી. પરંતુ હવે આ પુત્રને પાછો લેવાની મારી ઇચ્છા છે. તેને હું રોકી શકતી નથી. મને વારંવાર વિચારો આવ્યા કરે છેકે, મે... પતિને જવા દીધા; ખેર ! હવે પુત્રને કેમ જવા દેવાય ?
હું સમજું છું મારા પુત્ર ઘણા બુદ્ધિશાળી થવાના છે. શાસનના મહાન પ્રભાવક થાય તેવા છે. પરંતુ મને, મારા પુત્રવાત્સલ્યરાગ, પુત્રને પાછા ઘેર લઈ જવા જ પ્રેરણા કરે છે. માટે મને માફ કરી અને મારા પુત્ર મને મારા ઘેર લઈ જવા દો.
આ પ્રમાણે સુનંદા અને મુનિમહારાજ તથા શ્રીસંઘવચ્ચે થયેલી વાતચીત, એટલે બાળક વજકુમાર અંગે, આખા શહેરમાં થયેલેા ચકચાર, રાજ્યદરબાર સુધી પહોંચી