________________
પુત્રને પાછે લેવા માટે સુનંદાની બેચેની
સાધ્વીજી : સુનંદાબેન ! આ બાળકને તમે વહેારાવી દીધા છે.
૨૧૫
સુનંદા ઃ વહોરાવ્યા ત્યારે જ કહેવાયને, જો એણે દીક્ષા લીધી હોય ? હજી તા હું પાતે તેને દરરાજ ધવડાવું છું, નવડાવું છું, ખવડાવું છું. એટલે મારા પુત્રતરીકેના હક થોડા જ જતા રહ્યો છે?
સાધ્વીજી : બેન ? ઉપાશ્રયમાં બીજી શ્રાવિકાઓની પેઠે તમે પણ લાભ લેા છે. પરંતુ હવે આ ખાળકની માલિકીતા, ગુરુમહારાજનીજ છે. માટે જ તેનું પારણું, સાધ્વીના ઉપાશ્રયમાં રાખ્યું છે. જો બાળકને તમે ગુરુમહારાજને ન વહાવ્યા હોત તા, પારણુ' તમારા ઘેર જ હોતને ? માટે શ્રાવિકાબેન ! જે ઉદારતાથી તમે ગુરુ મહારાજને પુત્ર–ભીક્ષા આપી છે, તે ઉદારતાને કેમ ભૂલી જાવ છે ?
સુનંદા ઃ તે વખતે પણ મારી ઉદારતા હતી જ નહીં. પરંતુ મૂર્ખાઈ અને અવિચારકારીપણું જ કહેવાય. તેથી શું થઈ ગયું. મારા બાળક હજી બાળક જ છે. સાધુ નથી થયા કે એને હું ચારિત્ર ભગાવતી હોઉં. માટે વકુમારને હું મારા ઘેર લઈ જઈશ. હવે મારા પુત્ર વિના મને ક્ષણવાર પણ ગમતું નથી. ઘરમાં રહેવું ગમતું નથી, ખાવુંપીવુ’, પહેરવું ગાડતું નથી.
મારે મારા એકના એક, આવા દેવકુમાર જેવા દીકરાને, દીક્ષા આપવી નથી. મારા મામાં કાઈ વિઘ્ન કરશેો નહીં. હું મારા પુત્રને ઘેર લઈ જઈશ, ત્યારે જ મને ઊંઘ આવશે, આહાર ભાવશે, અને ઘરમાં બેસવું ફાવશે. હમણાં મને કશું જ ગમતું નથી. બધું શૂન્યકાર ભાસે છે.
સુનંદા-શ્રાવિકાના પુત્રરાગ દિનપ્રતિદિન વધવા લાગ્યા. તેની જાહેરાત આખા સંઘમાં, અને ગામમાં, ફેલાઈ ગઈ. સુનંદા પુત્રમેાહમાં ખૂબ ઘણાં ખેંચાઈ જવાથી, વહેારાવવાના સમયની, ખનેલી ઘટના જાણે કાંઈ બન્યું જ નથી, એવી થઈ ગઈ હતી. તાપણુ સાધ્વીજી મહારાજ અને શ્રીસંધના અચાવ સામે, કશું પેાતાનું ધાયું થઈ શકયું નહીં.
આ બનાવ બનવાથી, શ્રીસંઘમાં ઘેાડી ગભરામણ થવાથી, નજીકના પ્રદેશમાં વિહાર કરતા ગુરુ મહારાજને, શ્રીસંઘના આગેવાના જઈને, તુ ખગામ પધારવા વિનંતિ કરી આવ્યા. અને આચાર્ય ભગવાન સિંહગિરિમહારાજ, પરિવાર સહિત તુ બગામ પધાર્યા. શ્રાવિકા સુનંદાદેવી અને શ્રીસ ંઘે આચાય ભગવાનનું સામૈયું કર્યું.
શ્રીસંઘે આચાય ભગવાનને, સુનંદાદેવીના પુત્રને, પાછા લેવાના વિચારા જણાવી, સંપૂર્ણ માહિતગાર બનાવ્યા. બીજા દિવસે આ સમિતજી, ( શ્રાવિકા સુનંદાના સગા ભાઈ) તથા મુનિરાજ ધનિરિજી, ( વજા કુમારના પિતા ) બંને જણાએએ, સુનંદાદેવીને, ઘણા ઘણા સમજાવ્યાં. બાળકને વહેારવવા વખતના સાક્ષીઓ વગેરે, બધી યાદ આપી વળી કહ્યું.