SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ સંસારના સ્વરૂપનો ચિતાર મેહરાજાની જાળમાં ફસાયેલા છની દશા ચારગતિ સંસારમાં, જગના જીવ બધાયા પામી ઈષ્ટ સંયોગને, મનમાં બહુ હરખાય.” ૧ “પણ પામર સમજે નહીં, વિષયોના સમુદાય મુજને મુકીને જશે, વા, હું લઈશ વિદાય.” ૨ “ સંયોગો સઘળા કહ્યા, વિયોગના કરનાર ! જગમાં જમ્યા પ્રાણિયે, અવશ્ય તે મરનાર.” ૩ સુનંદાદેવીની દલીલે અને ભલભલાનાં ચિત્ત હચમચાવી નાખે તેવાં, આંસુપૂર્ણ– ગગ વાક્યો સાંભળીને, ઘણું કમળ અને મીઠી વાણીથી, ધનગિરિજી-સુનંદાદેવીને આશ્વાસન આપતા કહેવા લાગ્યા : દેવી! તમારી દલીલ અંશતઃ સાચી છે. સંસાર આવે જ છે. જગતના પ્રાણીમાત્ર એક રુચિ કે એક સ્વભાવવાળા હોતા નથી. વૃદ્ધાવસ્થામાં પણ દીક્ષા લઈ, અનંતાનંત મહામુનિરાજે મોક્ષમાં ગયા છે, અને ખીલતી વયમાં બ્રહ્મચારી દશામાં જ, અથવા એક વા અનેક સ્ત્રીઓ પરણીને પણ; ચારિત્રધારી બન્યાના વીતરાગ શાસનમાં સંખ્યાબંધ ઉદાહરણ છે. જુઓ કૃષ્ણ મહારાજના મોટા ભાઈ દેવકીજીના પુત્રોએ યુવાન વયમાં જ બત્રીસ બત્રીસ પત્નીઓ, માતાપિતા અને લાખે કે કોડે દ્રવ્યને પણ ત્યાગ કરીને, શ્રી નેમનાથ સ્વામી પાસે, દીક્ષા લીધી હતી. સુબાહુકુમારે રાજ્ય-લક્ષ્મી-માતાપિતા અને પાંચસો પત્નીઓને ત્યાગ કરી દીક્ષા લીધી હતી. ધન્નાકાનંદી ઘન્નાશાલિભદ્રજી – મેઘકુમાર – જંબુકુમાર - અવંતીકુમાર આ બધા કોડપતિના પુત્રો હતા. અનેક પત્નીએાના સ્વામી હતા. માતાપિતાના વહાલા દીકરા હતા. ખીલતી જુવાની હતી. દેવકુમાર જેવા ભેગી હતા. કમળના ફૂલ જેવા રૂપાળા અને સુંવાળા હતા. કુટુંબ રજા આપવા તૈયાર હતું જ નહીં. માતાપિતા અને પત્નીઓના ચક્ષુઓમાંથી શ્રાવણ અને ભાદરવાની માફક સુધારાઓ ચાલતી હતી. કુટુંબને કકળાટ ભલભલાને પણ વિચાર કરતા મૂકી દે તે હતો. પરંતુ આત્માનંદજીવમાં પ્રગટેલે વૈરાગ્ય એટલે બધો જોરદાર હોય છે કે, અભેદ્યવાના કિલ્લાની પેઠે તેને પણ કઈ ખાળી શકતું નથી. ઘર્મ અને કર્મ ઘર્મરાજા અને મેહરાજાને, અનંતકાળનું વિર છે અને યુદ્ધ ચાલ્યા જ કરે છે. પત્ની-કુટુંબ-પરિવાર-મિત્ર-પુત્રે આ બધાં સૌ સૌનાં સ્વાર્થનાં સગાં છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે –
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy