SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જિનેની આજ્ઞા યાને સાચી માણસાઈ થરદેવ મનુષ્યો પરણવા ઈચ્છા અને પ્રયત્ન જરૂર કરે છે. આપણા ઘરમાં તો વડિલોપાર્જિત ધનની પણ ઓછાશ નથી. છતાં તમને આવા વિચાર પણ કેમ આવે છે ! કહ્યું છે કે સંસારમાંહી સાર જાણી કંચન કામિની રે ! ન ગણી જપમાળા એક નાથ, નિરંજન નામની રે* આખું જગત કંચન અને કામિની માટે, દીવામાં પતંગની માફક હોમાય છે, તેમ પિતાનું સંપૂર્ણ જીવન બરબાદ કરે છે. ત્યારે સ્વામીનાથ? આપને પૂર્વના મહાપુણ્યદયથી આ બંને વસ્તુ સંપૂર્ણ સ્વાધીન સાંપડી છે તેને છોડવાના વિચાર પણ કેમ લાવો છો ? વળી શાસ્ત્રોમાં વાંચવા-સાંભળવા મળે છે અને સાક્ષાત અનુભવાય પણ છેકે લેકે સંતાન ન હોય તે દેવોને આરાધે છે, જોષીઓને પૂછે છે, એક પુત્રને મેળ રાતદિવસ નિદ્રા પણ લેતા નથી. ચંદ્રાવતીના રાજા વીરધવલ અને રાણી ચંપકમાલાએ, એક સંતાન મેળવવા કેટલો ખેદ અનુભવ્યું હતું. મહાપુરુષ કૃષ્ણ વાસુદેવનાં માતા, મહાસતી શ્રીમતી દેવકીરાણીને, કૃષ્ણમહારાજ જેવા, પુણ્યવાન અને સામર્થ્યશાળી, પુત્ર હોવા છતાં, પિતાના સંતાનને, રમાડવા-હલરાવવાની. અભિલાષાએ કેટલાં દીન બનાવ્યાં હતાં ! મેટા રાજાની પટ્ટરાણી અને ત્રણ ખંડના રાજા વાસુદેવની માતાને પણ હજી એક પુત્રની ઈચ્છા મૂંઝવતી હતી. આવી વાત આપને કેમ ધ્યાનમાં આવતી નથી? કેટલાક માણસેને એક, બે, ચાર, આઠ, બત્રીસ, સે, હજાર વગેરે, ઘણી પત્નીઓ કે ઘણી રાણીઓ હોય, તે પણ ફરાને કન્યા મળતી હોય તે, લેવા લલચાય છે. સ્વયંવરમાં સેંકડો રાજાઓ અને રાજકુમારે આવે છે. કન્યા ફક્ત એક જ હોય છે. એકને જ માળા આપાય છે. તેથી ત્યાં ને ત્યાં ખૂનખાર યુદ્ધ પણ થાય છે. આ પ્રમાણે જગતને, અને આપ પિતાને, વિચારી જુઓ. ઘણું પુરૂએ દીક્ષા પણ લીધી છે. ભગવાન શ્રી રાષભદેવ સ્વામીના, અજિતનાથ સ્વામી સુધીના, પચાસ લાખ કટિ સાગરોપમ કાળમાં થયેલા, વંશજ રાજવીઓએ દીક્ષા જરૂર લીધી છે. મેક્ષ અથવા અનુત્તર વિમાન પામવા યોગ્ય આરાધના કરી છે. પરંતુ આ બધું ઘડપણમાં જ થયું છે. તમારી જેમ જુવાનીમાં તે નહીં જ. સ્વામીનાથ ! આપ સમજે કે ન સમજે, હું તો લાખ દલીલ કરે તો પણ દીક્ષા લેવા દઈશ નહીં. આપની વાત સાંભળીને પણ, મારે આત્મા ગભરાવા લાગ્યો છે. મને રેતી મૂકીને દીક્ષા લેશે તે, દુનિયામાં પણ જરૂર આપની નિંદા થશે. આપને દીક્ષા લેવી હોય તે, પુત્ર માટે થાય પછી લેજે. હું અટકાવીશ નહીં. આ બધું બોલતાં પણ દેવી સુનંદાની ચક્ષુઓમાંથી અવિરત આંસુધારા ચાલતી હતી.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy