SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સતીસાધ્વીના શીલ માટે સંઘે કરેલા ઉદ્યમો. નર્મદાસુંદરી, મલયસુંદરી, વગેરેના શીલવતને રાવણ, દુર્યોધન જેવા પણ ડગાવી શકયા નથી. ત્યારે આ તે પંચમહાવ્રતધારિણી જૈન સાધ્વી છે. અખંડ શીલવતી છે. એના શરીરના સ્પર્શની ઈચ્છા કરવી તે ધગધગતા અંગારાની ખાઈમાં પડવા સમાન છે. કેઈ કવિ કહે છે – સિંહમૂચ્છ, મણિધરમણિ, સતીતન, કંજુસઆથે, ચડે ચાર એ એટલાં, પ્રાણુ ગયે પરહાથ.” આ સતીને, તમે અડી શકશે નહીં. માટે મહાજનનું માન સાચવી પાછાં આપ. આ બનાવથી આખું નગર શોકાતુર બન્યું છે. તે સર્વને પ્રસન્નતા આપો. વળી આ જૈન સાધ્વીજી છે. આખી દુનિયાના જેનેની પુત્રી ભગિની જનની સમાન છે. આ તોફાન જેને ચલાવી લેશે નહીં. વળી ભૂતકાળમાં પણ સતીનારીના શીલ માટે હજારોના બલિદાને અપાયાં છે. પણ સતીના શીલને વાળ વાંકે થયો નહીં. અમે આપના બાળકો છીએ. તમે અમારા બાપ છો. અરજીને ન્યાય આપો. રાજાએ મહાજનની વાત સાંભળી અપમાન કરી ઉઠાડી મૂક્યાં. પછી તરતજ કેટલાક સાધુઓ અને શ્રાવકથી વિટળાએલા કાલકાચાર્ય ભગવાન પધાર્યા. અને સભામાં માવી ઊભા રહ્યા–અન્યાયી રાજાએ આવકાર પણ આપ્યો નહીં. પછી માન શેનું આપે ? તે પણ આચાર્ય ભગવાન શ્રી જિનેશ્વરદેવના પ્રતિનિધિની ઢબથી, અને જૈનશાસનના ગૌરવને છાજે તેવા રુઆબથી, રાજાની સામે મેદાની ગર્જનાની જેમ, ભાષણ કરવા લાગ્યા. રાજન ! આ રાજ્ય પુણ્યથી મળ્યું છે. રાજા એ જગતને રક્ષક-કોટવાળ સમાન . ગણાય છે. કેટવાળના ભયથી, ચાર લોકો હજાર કેશ ભાગી જાય છે. તેમ પ્રતિભાસંપન્ન ન્યાયી રાજાના રાજ્યમાં ચોર, જાર, ધાડપાડુ, લુચ્ચા, લફંગા, ગુંડા, તેફાની માણસે પણ સૂર્યના પ્રકાશથી, અંધકારની પેઠે, દૂર દૂર ભાગી જાય છે. અને રાજા પિતે જ અન્યાય કરે તો મચ્છગળાગળ ન્યાય ફેલાય છે. કહ્યું છે કેराज्ञि धर्मिणि धर्मिष्टाः पापे पापा समे समा, । राजानमनुवर्तन्ते, यथा राजा तथा प्रजा ॥१॥ અર્થ : રાજા ધમી હોય તો પ્રજાના સંસ્કાર ધમી બને છે. રાજા પિતે હિંસક ન હોય, અસત્ય ગમતું ન હોય, અને ચોર–પારદારિકોને પક્ષપાત ન હોય, તેને ગુનાની શિક્ષા મળતી જ હોય તે, પ્રજા પણ, પાપ છોડે છે. અને ધર્મ આચરે છે. ઉપરનાં બધાં પાપે, રાજાને ગમતાં હોય તો, મગનો ચેન રત: પંથ. પ્રજા પણ પાપાચાર જ સેવે છે. મોટા માણસે કે ઘણું માણસ જ્યાં ચાલે તેજ ચીલ-માર્ગ બની જાય છે. આચાર્ય ભગવાનનાં મૃદુ-મીઠાં ઉપકારી વચને પણ અધમ રાજાની અધમતાને rી જય કરે તો
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy