SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ એકવાર સાધ્વીજી મહારાજ ઠંડીલ જઈને આવતાં હતાં. અને દુષ્ટ રાજા ગર્ધભિલ્લ ફરવા નીકળ્યો હતો. ત્યાં સાધ્વીજીને જોયાં. જોકે જૈન સાધ્વીજી પોતાના સંયમને સાચવવા સ્નાન કરતાં નથી. માથામાં જેટલો રાખતા નથી. વેત અને તે પણ મલીન વસ્ત્રો પહેરે છે. વો પણ એવા વિવેકથી પહેરે છે કે, તેમના સ્તનાદ અવય દેખાતા નથી. વળી બારે માસ પ્રાયઃ વિગઈ વાપરે નહીં અને છઠ–અઠમાદિ (બે-ત્રણ) ઉપવાસો કાયમ કરે છે, જેના વડે ચારિત્ર નિર્વિધન સચવાય છે અને રૂપ-કાન્તિ પણ ઘટવા માંડે છે. આવા સંયમી જીવનમાં પણ સાધ્વીજીના રૂપને દેખાવ ગજબ હતું. તેથી રાજા ગર્ધભિલ્લની શ્વાનનજર સાધ્વીના શરીર ઉપર ચિટી અને પિતાની સાથેના સિપાઈઓ દ્વારા સાધ્વીજીને પકડાવ્યાં. સાધ્વીજી બૂમ, ચીસે પાડતાં રહ્યાં. પરંતુ યમરાજના દૂત જેવા રાજાના સૈનિકોએ ઉભી બજારે બૂમ પાડતાં સાધ્વીજીને રાજાના અંતઃપુરમાં લાવીને મૂકી દીધાં. આ બનાવથી આખું શહેર કકળી ઉઠયું. જેને-અજેને, આ સતી સાધ્વીને કકળાટ, ગભરાટ, ઉકળાટ સાંભળી ખૂબ દુઃખી થયા. કેટલાક પુરુષ–સ્ત્રીઓની આંખમાંથી ચોધાર આંસુ ચાલવા લાગ્યાં. મોટા ભાગના ઉત્તમ કુટુંબોના ઘરમાં, રાધેલાં અનાજ પડ્યાં રહ્યાં, ફેંકી દેવાયાં. આખા નગરમાં હાહાકાર છવાઈ ગયો. પરચક આવવાના ભય થકી પણ લોકોમાં ઘણો જ ઉશ્કેરાટ વ્યાપી ગયો. સતી સાધ્વીની ચીસ સાંભળીને, વાદયના માણસનાં, હૃદયે પણ ગદ્ગદ્ થઈ ગયાં હતાં. અને આ બનાવથી તત્કાળ નાગરિક લોકોની એક મોટી સભા એકઠી થઈ. અને બધા મળીને રાજાની પાસે ગયા. સાધ્વીને છોડી મૂકે. સાધુસંત જગતના મનુષ્યોના માતાપિતા સમાન ગણાય છે. રાજા અને પ્રજાએ સાધુસાધ્વીને, માતાપિતાની બુદ્ધિથી જ પૂજ્ય માનવા જોઈએ. બેન-દીકરી કોઈની, કોઈ ઉપાડી જાય, પ્રજ-પકારો સાંભળી, નૃપતિ આપે ન્યાય.” ૧ પણ રાજા પોતે યદી, ભ્રષ્ટાચારી થાય, પ્રજા બિચારી રાંકડી, કયાં જઈ નાખે ઘાય.” ર ઘરનું રક્ષણ ભીંત છે, વાડ ક્ષેત્ર રક્ષાય, બાળક રક્ષણ માવડી, પ્રજાનું રક્ષણ રાય.” ૩ “ભીંત પડે માતા મરે, વાડ પવન લઈ જાય, રાય—અન્યાયને આચરે, પ્રલયકાળ સર્જાય. ૪ હે રાજન ! આ બાલબ્રહ્મચારિણી, સાધ્વીજી સામે ખરાબ નજરથી દેખનાર પણ અંધ થયા છે. ગૃહસ્થદશામાં રહેલી, અને પતિવાળી પણ સતી નારીઓ, સીતા, દ્રૌપદી,
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy