SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : આપણે અજ્ઞાની જીવા, અયાગ્ય ચાગ્યને જુદા કેમ તારવી શકીએ ? ઉત્તર : આપણે અનુભવથી સમજાય તેટલી પરીક્ષા જરૂર કરવી જોઈએ. જેમ ઉધાર વેપાર કરનાર વેપારી ચાર શાહુકારને, લુચ્ચા ગુડાને, એળખવા અનતું કરે છે, તથા વરકન્યાની પરસ્પર પરીક્ષા થાય છે. આજુબાજુના માણસેાથી, માહિતી મેળવાય છે. તેમ દીક્ષા લેનાર વ્યાક્તને ઓળખવાના શકય પ્રયાસેા કરવા જોઈએ, વગર ઓળખે અપાત્રોને અપાયેલી દીક્ષા, તેના કે શાસનના હિત માટે થતી નથી. અપાત્ર માણસ વેશ છેડી દે, અથવા વેશમાં રહે. તાપણ તેને ભગવાન વીતરાગદેવની વિરતિને પ્રાયઃ સ્વાદ મળતા નથી. ૧૮૨ મહાપુરુષના અનુભવ देवलोकसमानो हि पर्यायो यतीनांव्रते । रतानां अरतानां च । महानरकसन्निभः ॥ १ ॥ કોઈ મહાપુણ્યવાન આત્માને, શ્રીવીતરાગદેવાની સવરિત ગમી જાય તા તેને ઉત્તરાત્તર વધારે વધારે સ્વર્ગના સુખાના (સ્વર્ગના સુખા જેવા) સ્વાદ અનુભવાય છે. જેમ ધન્ના-શાલિભદ્રજી, ધન્નાકાકી, સીતા-દમયંતી, ચંદનમાલા, મૃગાવતી વગેરેની પેઠે. અને વિરતિ સમજે નહિં તેને વિરતિમાં રસ આવે નહિં. પરંતુ અનુકૂળ સંચાગા ન મળે તા, અથવા પ્રતિકુળ સયાગા આવી જાય તેા, પતનના સયેાગાઅને સમાગમા ઈચ્છનારા દીક્ષામાં રહેવા છતાં, તેના પર્યાય નરકના કેદ્યખાના જેવા રહે છે, જેમ કંડરિકમુનિ વગેરે. વળી શ્રીજૈનશાસનમાં, ગુરુ બનવા બનાવવાનાં સ્થાનો પણ યાગ્ય અયાગ્યની લાયકાત વિચારીને જ નક્કી થયાં છે. ગમે તેને ગુરુ બનાવાય નહીં, તથા ગણી–પન્યાસઉપાધ્યાય કે સૂરીશ્વરની પદવી પણ અપાય નહિ. આ વિષય અમે આગળના પ્રકરણેામાં લખ્યા છે અને હવે પછી પણ સવિસ્તર ચર્ચવાના છીએ માટે અહીં વિસ્તાર કરતા નથી. ઇતિ—સ્થૂલભદ્રસ્વામીની કથા. વળી એક અપવાદસમર્થક કાલકસૂરિ મહારાજની કથા. ધારાવાસ નામના નગરમાં, વીરસિંહનામના રાજા રાજ્ય કરતા હતા. તેમને રૂપશીલાદ અનેક બાહ્યઅભ્યંતર ગુણગણમણિમાલા, સુરસુંદરી નામની મુખ્ય પટ્ટરાણી હતી. રાજારાણીના નિર્મળ દાંપત્યધમ થી, તેમને કાલકનામા પુત્ર થયા હતા. અને કેટલાક વર્ષો પછી નાગકુમારી જેવી, સરસ્વતીનામા એક પુત્રી થઈ હતી. અને ( ભાઈ-બહેન ) બાળકો માટા થવા લાગ્યાં અને રાજારાણીએ, સારા અધ્યાપકો પાસે, ક્ષત્રિઓને ઉચિત શસ્ત્ર-અસ્ત્રના શાસ્ત્રા સાથે, નીતિ, અને વહેવારના માર્ગનું પણ ઘણું વિસ્તૃત અધ્યયન કરાવ્યું હતું. રાજકુમારી સરસ્વતી પણ, શાસ્ત્રાનો અભ્યાસ કરવા વડે સાક્ષાત સરસ્વતી જેવી શૈાલતી હતી.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy