SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલભદ્રસ્વામીનુ અનુકરણ કરનાર સિંહગુહાવાસી સાધુનું પતન થયું રૂપવતી રમણી પાસે રહીને, કામ વિકારાને વશ નહીં થનાર ફક્ત શકડાલમંત્રીના પુત્ર સ્થૂલભદ્ર જ છે. ૧૭૭ અહીં સ્થૂલભદ્ર સ્વામીનું વેશ્યાના ઘેર ગમન વગેરે બધું જ, જૈન શાસનના મહામુનિરાજોના આચાર વિચારોથી વિરુદ્ધ હોવા છતાં, ફ્કત સ્થૂલભદ્ર સ્વામી પૂરતું લાભને માટે થયું છે. આવા આચરણાનું એક પણ અનુકરણ બીજા જીવાને પતનનું કારણ જ થાય. પ્રશ્ન : આપણા પાંચમા આરાના જીવા માટે, ભલે આવું ભીષણ આચરણ અશકય ગણાય ? પરંતુ ચાથા આરાના મુનિરાજો માટે, અથવા તેમના સમકાલીન સાધુએ માટે, આચરી શકાય તેવું કેમ ન ગણાય ? ઉત્તર : સ્થૂલભદ્રસ્વામી જેવા બ્રહ્મચારી, ચારાશી ચાવીસી સુધી કાઈ થવા મુશ્કેલ છે. જુએ તેમના સમકાલીન, તેમના ગુરુભાઈ, અને મહા તપસ્વી, ઘાર અભિગ્રહ કરનારા, બીજા ત્રણ સાધુ હતા. ૧. વિકરાળ સપના ખીલ ઉપર રહીને, ચાર માસના ઉપવાસ કરીને, કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેનારા એક તપસ્વી હતા. ૨. કૂવા ઉપર પાટીઉં પુકેલ હતું. તેની ઉપર ચાર માસના ઉપવાસ કરીને, કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેનારા બીજા તપસ્વી હતા. ૩. સિંહની ગુડ્ડા પાસે, ચાર માસના ઉપવાસ કરીને, કાઉસ્સઘ્ધ ધ્યાનમાં રહેનારા ત્રીજા તપસ્વી હતા. ત્યારે સ્થૂલભદ્ર મહામુનિરાજ પણ ઉપર બતાવેલા વર્ણનવાળા, વેશ્યાના મહેલમાં ચાર માસ વસનારા મહાત્મા હતા. ચારૂં મુનિરાજો પેાતાના અભિગ્રહો સંપૂર્ણ કરીને, ગુરુજી પાસે આવ્યા. ગુરુ મહારાજાએ પણ આવા મહાત્માઓને ખૂબ આવકાર આપ્યા. તેમના તપનાં, અભિગ્રહોનાં, એકાગ્રતાનાં, ત્યાગનાં, ખૂબ ખૂબ વખ્ખાણ કર્યા. આ સમાં સ્થૂલભદ્રમુનિની પ્રશંસા ખૂબ જોરદાર હતી. જે સાંભળીને, પહેલા ત્રણ મુનિરાજોને સહેજે દુઃખ લાગ્યું. અમારા ત્રણને આવા જોરદાર ‘તપ, ’ ભયંકર સ્થાનોમાં વસવાટ, ચારે પ્રકારના આહારનો ત્યાગ, મરણના મિત્ર જેવા-સિંહ-સપ્–અને ગ્રૂપ ઉપર કાઉસ્સગ્ગ કરીને રહેવાનું, ત્યારે સ્થૂલભદ્રમુનિને તપના અંશ પણ નહીં. ત્રીસેવિસ અશન-પાન-સ્વાદિષ્ટ ખાવાનું, દેવવિમાન જેવા વેશ્યાના મહેલમાં વસવાનું, છતાં તેમની આવી પ્રશંસા; અહીં મોટા પુરુષોના પક્ષપાત જ દેખાય છે. માટે આવતા ચામાસે હું પોતે જ (સિંહગુહાવાસી મુનિરાજ ) વેશ્યાના મહેલમાં ચામાસું રહેવાની રજા માગીશ, અને ચામાસું આવ્યુ' ત્યારે ગુરુજી પાસે, જઈને, વેશ્યાના ઘેર જવાની, ચિત્રશાળામાં ઉતરવાની, ષટ્સ ભાજન કરવાની, આજ્ઞા માગી. ગુરુજી કહે છે, ભાઈ ! મેણના દાંતે લેાહના ચણા ચાવવાનું, બે હાથ વડે સમુદ્ર તરવાનું, વેળુના કવળ ખાવાનું, જેટલુ કઠીણુ છે, તેના થકી પણ હજારો ગુણું, નિર્વિકાર મન રાખીને વેશ્યાના ઘરમાં વસવું કઠીણ છે. ૨૩
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy