SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪. જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આરાધક છે. કેઈ મહાશક્તિસંપન્ન આત્મા, મન અને શરીર, સહન કરી શકે તેવાં હોય, અને અપવાદ સેવવા જરૂર હોવા છતાં અપવાદ ન સેવે તોપણુ આરાધક થાય છે. પરંતુ અપવાદના કારણે હોય, શિષ્યાદિ અશક્ત હોય તેમને આગ્રહથી ઉત્સર્ગ સેવવા પકડી રાખે હઠાગ્રહ કરે, સેવના–સેવાવનાર અને વિરાધક થાય છે. કહ્યું છે કે— महल्लधम्मकज्जेसु, अववाओवि देसिओ। न पुणो पावकज्जमि, जिणधम्ममि कत्थवि ॥ १॥ અર્થ : મેટા ધર્મકાર્ય માટે, (લાભ મેટ અને દોષ અલ્પ) અપવાદ સેવવા જરૂર જણાય તો, અપવાદ સેવવા નિષેધ નથી. પરંતુ પાપકાર્યમાં, શ્રીવીતરાગ શાસનમાં, કેઈપણ જગ્યાએ અપવાદ સેવવા છૂટ આપી નથી. પ્રશ્ન : કયા કારણે દેષ સેવાય તોપણ, આત્મ-વિરાધક-ભાવ પામે નહીં. ઉત્તર : જે આત્મા શરીરે સશકત હોય; ભણવામાં, વેયાવચ્ચમા, વિહારમાં, નિર્વાહ થઈ શકતો હોય તેવા આત્માઓને, છવિગઈઓ પણ દરરોજ વાપરવાની મનાઈ ફરમાવી છે. પરંતુ તપ કરે હોય; વિહારદિથી પરિશ્રમ લાગવાથી, અશકિત આવી ગઈ હોય, અથવા ઘણા મુનિરાજોની વેયાવચ્ચ કરવામાં, અશાકત=નબળાઈ આવી જતી હોય, તેવા સાધુને, ગુરુદેવની રજા મેળવીને, છપૈકીની કોઈપણ વિગઈ, ગુરુનિશ્રામાં લઈ શકાય છે. પરંતુ પ્રબળ કારણ વિના પણ વિગઈઓ વાપરનાર સાધુ વિરાધક ગણાય છે. दुद्ध-दही-विगइओ, आहरेइ अभिक्खणं । अरअ तवोकम्मे पावसमणुति ગુર છે ? | ઇતિ ઉત્તરાધ્યયન. પ્રશ્ન : આ ભલામણ તે ચોથા આરા માટે હતી કે આ કાલ માટે પણ ખરી ? ઉત્તર : શ્રીજિનેશ્વરદેના શાસનના વહેવારે પ્રાયઃ સર્વકાલના જીને–આશ્રયીને હોય છે. છતાં દ્રવ્ય ક્ષેત્ર-કાળભાવ પણ વિધિ-નિષેધમાં કારણરૂપ બને છે. ચોથા આરાના જીનાં સંઘયણ, (શરીરબળ) ઘણુ મજબૂત જોરદાર હતાં. તેવા આત્માઓના અસંગભાવને, કે તપને, સંપૂર્ણ વહેવાર આ કાલના જીવો માટે, અશક્ય હોવાથી. પરિહારવિશુદ્ધિઆદિ, ચારિત્રે બંધ થયાં છે. અને જિનકલ્પ જેવા ક બંધ થયા છે. આગમ વહેવાર-શ્રુત વહેવાર બંધ થયા છે. આગાર વગરનાં અનશન બંધ થયાં છે. પરંતુ બધીવિગઈએ દરરોજ ન વાપરનાર, નભી ન જ શકે એવું નથી. આ કાળમાં પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એક વર્ષમાં, ચાર માસ, છ માસ, આઠ માસ, અબીલ વર્ધમાન તપ કરતા સાક્ષાત્ અનુભવાય છે. એકસાથે વગર પારણે—પાંચ-સાતસોહજાર સુધી આંબીલ કરતા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ આજે પણ વિદ્યમાન જોવાય છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy