SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગલેએ પ્રકાશલા ઉત્સર્ગ અને અપવાદની સમજણ ૧૭૩ w ww^^www^^^^ પ્રશ્ન : ઉત્સર્ગ અને અપવાદ એટલે શું? ઉત્તર : કોઈ મનુષ્ય પોતાના પરિવારના, જાનમાલના, રક્ષણ માટે સરકાર પાસે, રજા (પરમીટ) મેળવી, હથિયાર વેચાતું લઈ ઘરમાં રાખે છે. કેઈવાર પ્રસંગ પામી બચવા માટે તે હથિયારને ઉપયોગ કરે. ચોર-ડાકુને બીવરાવવા, નસાડવા, હરાવવા, બંદુક-તલવાર વાપરે છે. અહીં વિના કારણે બંદુકને, તરવારનો ઉપયોગ કરનાર સરકારને ગુનેગાર થાય છે. તેમ શ્રી જિનેશ્વરદેવોએ, જૈન સાધુ-સાધ્વીને, આહાર પાણી વગેરે, દેષ-લગાડી વહોરવાની, સખત મનાઈ કરી છે. કારણ વિના, આધાકમી નિત્યપિંડ, વગેરે, આહાર વહોરનાર, વાપરનાર, જિનેશ્વરદેવની આજ્ઞાને, નાશ કરનાર ગણાય છે. અને સંયમના રક્ષણની ખાતર-માંદગી હાય, અલભ્યતા હોય, અશક્યતા હોય તથા સંયમના-રક્ષણ માટે બીજા પણ કારણથી દોષ લાગી જાય તો પણ વિરાધક ગણાય નહીં. કેઈ ગામમાં એક ગૃહસ્થને બે પુત્ર હતા. એક મોટાભાઈ પેટના રોગી હતા. એક વૈદ્યને બતાવતાં વૈદ્ય કહ્યું કે રોગને નાશ કરવા ડામ દેવા પડશે. તેને આઠ ડામ દેવડાવ્યા. આઠ રૂપિયા આપવા પડ્યા. તેને નાનો ભાઈ પણ તૈયાર થયે. મારે પણ ડામ લેવા છે. આઠે આઠ આપો. બળજબરીથી પિતાની મેળે નિશાની કરી, આઠ ડામ લીધા. અને આઠ રૂપિયા આપ્યા. પહેલા ભાઈએ રોગ મટાડવા ડામ લીધા, રોગ પણ મટી ગયે. બીજા ભાઈએ ભાઈની સરસાઈથી, ડામ લીધા. પહેલાને રોગ મટી ગયે, બીજાને ચામડી પાકી, ઘણું દિવસ દુઃખી થયે. પૈસા ગયા, રોગ આવ્યો. મૂર્ખ ગણાય. ઉપનય કારણે દોષ સેવનાર પહેલા ભાઈ સમાન જાણું, કારણ વિના દોષ લગાડનાર બીજા ભાઈ જે અજ્ઞાની જાણ. જે રોગને મટાડવા, સંયમન નિર્વાહ કરવાનું મુશ્કેલીથી પાર ઉતરવા, ઉત્સર્ગને છેડી અપવાદ ન સેવે તે પણ વિરાધક થાય. પરંતુ સનકુમાર ચકી મુનિરાજ જેવા, ગમે તેવા ભયંકર રોગમાં પણ, અપવાદ ન સેવે. તથા મોટી અટવી ઉતરવામાં પણ, તાકાત હોય. મન બગડવાને ભયજ ન હોય, તેવા મહામુનિરાજે અપવાદ ન સેવે, તોપણ આરાધક થાય, તેવા બળવાન મુનિને છોડીને, બાકીના સ્થવિર પક્ષિય સાધુઓને, ઉત્સર્ગની જગ્યાએ ઉત્સર્ગ અને અપવાદની જગ્યાએ, અપવાદ ન સેવે તો વિરાધના લાગે છે. કહ્યું છે કે – उस्सग्गे अववाय, आयरमाणो विराहगो होइ, । अववाये पुण पत्ते, उस्सग्गनिसेवओ મો . ને ? અર્થ : ઉત્સર્ગ એટલે એક પણ દેષ લગાડવા દે નહીં. અપવાદ એટલે કારણે દે પણ સેવવા પડે. અહીં કોઈપણ કારણ વિના દોષ લગાડનાર વિરાધક કહેવાય છે, પરંતુ પબળ કારણે સંયમના રક્ષણની ખાતર; દોષ સેવનાર વિરાધક નથી. પરંતુ
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy