SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : પૂજાના બે પ્રકાર છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા. આ જગ્યાએ, પૂજ્ય શબ્દને અર્થ, પંચપરમેષ્ઠિભગવંતે, તથા ચાર પ્રકાર શ્રીસંઘ અને પિતાના વિદ્યાગુરુ, માતા-પિતા, મોટાભાઈ એ. આ બધાઓને યથાયોગ્ય પૂજ્યપદમાં સમાવેશ થાય છે. દ્રવ્યપૂજા એટલે, જેને જ્યાં લાગુ પડે ત્યાં તે પૂજા સમજવી. આ વિષય અમે પ્રાયઃ આગળનાં પ્રકરણમાં ચર્ચવાના છીએ. ભાવપૂજા એટલે ગુણેની સ્તવના જાણવી. આ છ પ્રકાર પૈકી કઈ પણ એક અથવા બધા ગુણો, આત્માના મહાન અભ્યદયનું કારણ છે. આવા શ્રીસંઘવાત્સલ્ય-ઉદારતા-કૃતજ્ઞતા સર્વજીની દયા ધર્મમાં દઢતા અને પૂજ્ય પુરુષની પૂજા આ બધા ગુણો, કઈક મહાન આત્મામાં જ આવે છે. આવા એક બે –ત્રણ કે બધા ગુણોથી જીવ સમ્યકત્વ પામે છે, આવેલ સમ્યકત્વ નિર્મળ બને છે. જિન નામકર્મ મહાપુણ્ય બંધાય છે. ઘણો રસ પડે છે, નિકાચિત પણ થાય છે. એટલે જેમ સંઘવાત્સલ્ય કે સાધર્મિવાત્સલ્ય કરનારને, બિલકુલ દેષ નહીં, પરંતુ એકાન્ત લાભ છે જ. પરંતુ અજીર્ણના રેગવાળાને નુકસાન થાય, તેને દોષ સાધર્મિવાત્સલ્ય કરનારને લાગતો નથી. તેમ ગુણને સમજીને ઓળખીને, વિચારીને, પ્રશંસાઅનુમોદના કરનારને કેવળ લાભ છે. નુકસાન નથી. પ્રશ્ન : જેમ ધર્મદત્ત નામના ગુરુના, તેમના શિષ્ય વખાણ કર્યા, તે સાંભળી ગુરુને સ્ત્રીવેદ બંધાયે, તેનું નિમિત્ત શિષ્ય બન્યા આ વાત સાચીને? શિષ્ય વખાણ ન કર્યા હોય તે ગુરુને પાપ ન લાગતને ? ઉત્તર : પ્રશંસા સાંભળનાર ત્રણ પ્રકારના હોય છે : પહેલા નિંદા અને સ્તુતિ બંનેમાં સમભાવવાળા “નિન્દા-સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શેક નવીઆણે; તે જગમાં ભેગીસર પૂરા, નિત્ય ચડતે ગુણઠાણે.” ૧ અથ_ચિદાનંદજી મહારાજ કહે છે કે, નિન્દા કે સ્તુતિ સાંભળવા છતાં, હર્ષ-શેક આવે જ નહીં. પિતાની આત્મભાવનામાં જ આરુઢ હોય, તે જ સાચા યોગીરાજ કહેવાય છે. બીજા પિતાની પ્રશંસા સાંભળીને હર્ષઘેલા બને નહીં, તુચ્છતા ન લાવે, ગર્વ ન ચિંતવે, પરંતુ ગંભીરતા ધારણ કરે. ત્રીજા પિતાનાં વખાણ સાંભળી ગાંડા ઘેલા થઈ જાય. મનમાં ફૂલાય. વખતે પ્રશંસકને ઉપકાર પણ માને. હું આપને આભાર માનું છું. એમ પણ કહી નાખે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy