________________
ગુણોની-ઓળખાણપૂર્વક અનુમોદના, તેનું નામ જ પ્રમોદભાવના જાણવી. ૧૫૭ બંધાણે, અર્થાત્ પાપ લાગ્યું, તેનું કારણ તો શિષ્યજ થયે ને? અને આવું પરિણામ આવે તે સારું કરવામાં પણ, અર્થાત્ કોઈના ગુણગાવામાં પણ, નુકસાન જ છે. માટે ગુણો પણ ન ગાવા તેજ સારું ને?
ઉત્તર : બધી જગ્યા ગુણ ગાવાથી નુકસાન થાય છે એવું નથી અને એવા દાખલાને આગળ ધરીને સાચા ગુણના ગુણ ન ગવાય તો આપણે રખડી જઈએ. જુઓ કઈ મહાપુણ્યવાન મનુષ્ય જમણવાર કરે છે, નવકાસ કરે, સંઘજમણુ કરે, પૈષધકરનારને જમાડે, દશ-વશ ને પચ્ચાસને, સેને, હજારને, હજારેને જમાડે છે.
તેમાં કોઈ ભાઈની હોજરી = જઠરાગ્નિ મંદ હોય અને તેને પષ્ટિક આહાર વખતે પાચન થાય નહીં, અજીર્ણ થાય, તેમાંથી વખતે તાવ પણ આવે, રોગ પણ થાય અને વખતે આયુષની સમાપ્તિ પણ થાય, તેને દેષ જમાડનારને લાગે નહીં. કારણ કે અજીર્ણ વગેરે જે કાંઈ થયું તેમાં, જમાડનારને કે જમવાની વસ્તુને ગુને જ નથી, પરંતુ જમનાર ભાઈશ્રીના પેટને જઠરાગ્નિ ગુનેગાર છે. જમાડનારને, સાધર્મિવાત્સલ્યની જેટલી વધારે ઓળખાણ અને અનુમોદના થાય, તેટલું તેને ફળ મળે છે. વખતે જિનનામ મહાપુણ્ય પણ બંધાય છે. જુઓ શાસ્ત્ર–
श्रीसंघवात्सल्य मुदारचित्तता, कृतज्ञता सर्वजनेप्वनुग्रहः ॥ प्रपन्नधर्मे दृढताय॑पूजनं, तीर्थकरैश्वर्यनिबन्धनानि ॥१॥
અર્થ : પહેલે ગુણ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચાર પ્રકાર શ્રીસંઘનું વાત્સલ્ય કરવું, બીજો ગુણ સારા પ્રસંગે પામીને ખૂબ ઉદાર બનવું.
પ્રશ્ન : ખિસ્સાં ખાલી હોય અને ઉદારતા કેમ આવી શકે ?
ઉત્તર : ઉદારતા એવી ઉચ્ચ વસ્તુ છેકે પૈસા હોય તે જ આવે એવું નકકી નથી. ધનવાન લાખ વાપરે તેને લાભ ન થાય. તે ગરીબ પાવલી વાપરે તો પણ લાભ થાય. ધન વાપરવું એ અલગ વાત છે અને ઉદારતા એ અલગ વાત છે. કૃપણ માણસ હજાર બે હજાર વાપરીને પણ, બાપડ બળતો સળગતો રહે છે. ઉદાર માણસ પહેરવાનાં લુગડાં આપી દે અને આનંદ પામે છે.... -
ત્રીજો ગુણ કૃતજ્ઞતા. ઉપકારીને ઉપકાર ભૂલે નહીં. વારંવાર યાદ કરે. અવસર આવે ત્યારે બમણું બારગણું કરી છૂટે. ચોથે ગુણ પ્રાણીમાત્રનું ભલું કરવાના જ વિચાર આવ્યા કરે. શક્તિ હોય તેટલું કરી છૂટે. પાંચ ગુણ સત્યધર્મને ઓળખે. આદરે અને પ્રાણાન્ત પણ છોડે નહીં. અને છ ગુણ પૂજ્ય પુરુષની પૂજા કરવી.
પ્રશ્ન : પૂજાને અર્થશે?