SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને અતરાય કર્મ કેમ ધાય છે? ૧૫૧ પાણીથી ભરેલા ઘડા શબ્દો કરે, તેને કોઈ સાંભળતું નથી. તેજાખ જેવા તેજસ્વી પદ્મા પાસે તેલની કિંમત ગણાતી નથી. લાખા કે કરોડો રૂપિયાના હિસાબે લખાતા હાય ત્યાં, પાંચપચ્ચીશ કેાડીએની શી કિંમત લેખાય ? તેમ કોઈ માટા રાજા કે લક્ષ્મીપતિની દીકરીના લગ્નમાં લાખાની કિંમતના દાગીના અપાતા હાય, તેનીસાથે છઆનાની તદ્દન હલકી લૂગડાની એઢણીની શાભા કેટલી ? પ્રશ્ન : આચાર્ય થનાર મહાપુરુષોને આવી વસ્તુની સરખામણીની શી જરૂર ઉત્તર : આચાર્ય ભગવંતાનું સ્થાન શાશ્ર્વતું છે. જ્ઞાની પુરુષા કહે છે કે आयरिय नमस्कारो सव्वपावपणासणो । मंगलाणंच सव्वेसिं तइयं हवइ मंगलं ॥ १ ॥ અર્થ : આચાર્ય ભગવાનને કરાએલેા નમસ્કાર સર્વ પાપાને નાશ કરે છે. અને બધા જ મલિકામાં (અરિહતા અને સિદ્ધોના નમસ્કાર પછી ) ત્રીજું મંગલિક ગણાયું છે. (ઇતિ ગુરુ પ્રદક્ષિણા-કુલક ). ત્રણે જગતના જીવાને કલ્યાણકારી, હિતકારી−,શુભકારી માનવા-યેાગ્ય, ધ્યાનકરવા ચેાગ્ય, આરાધના કરવા યાગ્ય અનતાનંત આચાર્યાંના સ્થાનમાં ગમે તેવે માણસ કેમ બેસી શકે ? શા ટચના સુવર્ણ માં જ હીરા જડાય છે. નખળું સુવર્ણ પણ ન ચાલે. ત્યાં પિત્તળ કેમ પાષાય ? પ્રશ્ન : તેા પછી ગુરુએ ગચ્છ અને સંધ યાગ્યતાની પરીક્ષા કરીને, જેમને પઢવી આપે તેજ મહાપુરુષ આચાર્ય કહેવાય પરંતુ લેનારને બિલકુલ પઢવી લેવાની ઇચ્છા થવી જોઈ એ નહી અને પદવી લેવાની ભાવના કરવી તે પણ દોષ એમ ખરું? ઉત્તર શ્રી વીતરાગ શાસનમાં, પોતાના ગુણની પ્રશંસા કે વખાણ પોતાની જાતે કરવાં તે તેા ગુના છે જ, પરંતુ બીજાપાસે પોતાનાં વક્ખાણ કરાવવાં તે પણ મહાદોષનું કારણ છે. આપ બડાઇની દુષ્ટતા માટે ભુવન સુંદરીની કથા : અયેાધ્યા નગરીના હરિ વિક્રમ રાજાની રાણી ભુવનસુન્દરીએ ગયા કેટલાક ભવા પહેલાં, મુનિપણુ આરાધવા છતાં, નિરતિચાર પાળવા છતાં, હજારો લાખા પશુઓને પણ અહિંસક બનાવવા છતાં પણ, કમ રાજાએ તેમને કેવા ગુનેગાર બનાવ્યા હતા તે જાણવા ચેાગ્ય હાવાથી લખાય છે. આ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં કેશલ દેશમાં વિશાલા—ર્ફે વિજયા નામની નગરી હતી. તે નગરીમાં ઋષભદ્રુત્ત શ્રેષ્ટિની અનંત લક્ષ્મીભાર્યાથી ધદત્ત નામના પુત્ર થયા હતા. માતાપિતાને એક જ પુત્ર હતા પુરુષ હતા. પિતાના ઘરમાં ધન પણ ખૂબ જ હતું.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy