________________
૧૪૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બૃહતક૫ ભા. ૧, ગાથા ૨૪૧-૪૨-૪૩-૪૪ અને તેની ટીકા વાંચનારને સૂરિ ભગવતે કેવા હોય તેને ખ્યાલ આવી જશે.
આ માટે અમારું લખેલું પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર યાને જૈન ધર્મનું સ્વરૂપ પૃ. ૨૨૬ થી પૃ. ૩૧૪ સુધી વાંચનારને આંશિક સમજણ જરૂર આવી જશે. શ્રી વીતરાગ શાસનનાં પાંચ પદેને સમજવા માટે શાસ્ત્રોમાં ઘણી વાતો લખી છે. પરલોક સુધારવાના ખપી આત્માઓએ, આ જૈન શાસનના દેવગુરુ ધર્મને ચોક્કસ સમજવા જ જોઈએ.
જેમણે દેવ-ગુરુ ધર્મને ઓળખ્યા હોય તેવા જેવો જ સાચી આરાધના પામી શકે છે અને દેવ-ગુરુ ધર્મની ઓળખાણ વિના ઘણી ઉત્કૃષ્ટ તપસ્યા કે ત્યાગ પામેલા આત્મા પણ સંસારમાં ફેંકાઈ જાય છે. માટે આત્માની સાચી કમાણી, શ્રી વીતરાગ દેવ, નિર્ગથ ગુરુ અને સર્વ જેની દયામય ધર્મ. આ ત્રણ તને ઓળખવા, સ્વીકારવા; અને આચરવા તે જ સાચી આરાધના છે. સિવાય તો ગતાનગતિકતા જ છે.
પ્રશ્ન : એકનું સારું દેખી બીજે અનુકરણ કરે તેમાં વાંધો શું?
ઉત્તર : સમજીને અનુકરણ થાય તે સારું છે. પરંતુ આખી જિંદગી કેવળ બીજા કરે તેમ કરનાર વખતે ભૂલા પણ પડી જાય છે, આ જગ્યાએ એક દષ્ટાંત લખું છું.
- મહાભારત મહાગ્રન્થના બનાવનાર વ્યાસજી એક વાર ગંગા નદી ઉપર ગયા હતા. તેમની પાસે એક સુવર્ણનું કમંડલું હતું. તેમને વિચાર આવ્યો કે, ગંગા નદીમાં સ્નાન કરવું છે, અને કમંડલુ કયાંય છુપાવવું જોઈએ. એમ વિચારી, ગંગા નદીની રેતીમાં કમંડલ છુપાવીને, ઉપર પણ રેતીને ઢગલે બનાવ્યો અને સ્નાન કરવા ગયા. વ્યાસજીના આ કૃત્યને બીજા પાછળ આવતા બાવાએ જોયું.
તેણે પણ વ્યાસજીના અનુભવને ધ્યાનમાં લઈ, પિતાનું કમંડલુ પણ રેતીમાં છુપાવ્યું અને રેતીને ઢગ બનાવ્યો. પછી તે દરેક જેનારને એમ જ થયું કે વ્યાસજી જેવા વિદ્વાન જે કરતા હશે તેમાં જરૂર પરમાર્થ હો જોઈએ. એટલે એક પછી એક આવનારા બાવાઓએ, લગોલગ કમંડલ દાટવાને વિધિ બરાબર સાચવ્યો અને વ્યાસજીના ઢગ જેવા સેંકડે રેતીના ઢગ બની ગયા.
વ્યાસજીએ પોતાના કમંડલુના રક્ષણ માટે કરેલી વિધિ, ગાડરિયા પ્રવાહમાં ચાલનારા મનુષ્યોના મૂખ અનુકરણના કારણે, કમંડલુ ખવાઈ જવાનું કારણ બની ગઈ અને કહેવાઈ ગયું કે, “નતાનુnતો ઢો: ર નાનાતિ હિતાદિવંગતાનુગતિક માણસો હિતાહિત સમજતા નથી.
વળી એક ગાડરિયા પ્રવાહની કથા લખું છું