SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય પદવીની યોગ્યતાને વિચાર ૧૩૯ થનાર જેવા તેવા કેમ ચાલે ? માટેજ લાખોની સંખ્યા જ્ઞાની–ત્યાગી–તપસ્વી મહામુનિરાજે ઉપર સંપૂર્ણ પ્રભાવ પાડી શકે તેવા સ્વયંભવસૂરિમહારાજ યોગ્ય મનાયા હતા. પ્રશ્ન : આ વર્ણનથી એ તે ચોક્કસ થયું કે, આટલા મોટા વિશાલ મુનિ સમુદાયના આચાર્ય એક જ હતા ? અને હમણાં ઘર ઘરના અને એક સમુદાયમાં પણ અનેક આચાર્ય છે તે વ્યાજબી નથી ને ? ઉત્તર : સ્વયંભવસૂરિ મહારાજ એક જ આચાર્ય હતા, તે તો સમગ્ર શાસનના ગુરુ તરીકે એક હતા. પરંતુ તેમની આજ્ઞામાં સેંકડો નહીં પણ હજારે આચાર્યો હોય., હોવા જોઈએ. જે એમ ન હોય તે સાધુ-સમુદાયનાં સાયણ-વાયણા-ચોયણું-પડિયણુંસીદાય તથા જ્ઞાનની વાચના–પૃચ્છના પણ બરાબર સચવાય નહી. માટે જ “જાવાનો T: એક વાચનાને સમુદાય ગણ કહેવાય છે. તેના વાચના આપનાર આચાર્ય હોય છે. માટે જેમ ચક્રવર્તી કે વાસુદેવ રાજવીની આજ્ઞામાં, બત્રીસ હજાર અને સોળ હજાર રાજાઓ હતા અને તેવા મેટા રાજાઓની આજ્ઞામાં પણ, પચીસ-પચ્ચાસ-સે વગેરે રાજાઓ હોય. ટુંકાણમાં સમજવાનું કે જેમ યત યાને પ્રજાને સાચવવા માટે રાજા હોય છે, તેમ મુનિસમુદાયને સાચવવા, તેમનાં જ્ઞાનદર્શનચારિત્ર-તપની વૃદ્ધિ કરવા, એક બે જ નહીં પણ ઘણું આચાર્ય હોય તો પણ જરૂરી છે. અને તેથી સિદ્ધસેન દિવાકર ભગવાનના સમયમાં વિક્રમાદિત્યના શત્રુંજયગિરિના સંઘમાં—પાંચ હજાર આચાર્ય ભગવન્તા હતા. અને કળિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સૂરિમહારાજના સમયમાં પણ સેંકડે આચાર્ય ભગવંતો હતા તથા પ્રભુ શ્રી મહાવીરદેવની પરંપરામાં યુગપ્રધાન આચાર્યો બે હજાર ને ચાર બતાવ્યા છે. અને શાસનપ્રભાવક ભાવાચાર્યો અગયાર લાખ અને સેળ હજાર થવાના જણાવ્યા છે. પ્રશ્ન : ભાવાચાર્ય અને દ્રવ્યાચાર્યમાં કાંઈ ભેદ હોય છે ? ઉત્તર : જેમનામાં છઠું-સાતમું ગુણઠાણું અવશ્ય હોય, તથા સમ્યગદર્શનસમ્યગજ્ઞાન-સમ્યક્રચારિત્ર-સમ્યક્ તપની પરાકાષ્ઠા હોય તે ભાવાચાર્ય કહેવાય છે. આ ચારેમાં મીંડાં હોય તે દ્રવ્યાચાર્ય-નામધારી આચાર્ય જાણવા. પ્રશ્ન : શ્રી વીતરાગ શાસનમાં કોઈ ચોક્કસ યોજના ખરી કે આચાર્ય પદવી અમુકને જ અપાય ? ઉત્તર : શ્રી વીતરાગ શાસનમાં વસ્તુ માત્ર માટે મર્યાદા બાંધી છે. એટલે પંચ પરમેષ્ઠી ભગવંતમાં, અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવંત પછી જેમને લાગલો જ ત્રીજો નંબર આવે છે. એવા આચાર્યપદ માટે મર્યાદા ન હોય તે કેમ બને? આ માટે
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy