________________
૧૩૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પદ્માવતી દેવીની પ્રાર્થનાથી અભયદેવ સૂરિ મહારાજે વિચારો બદલી નાખ્યા, અને દેવીના કહેવાથી, શ્રી પાર્શ્વનાથ સ્વામીની, સ્તવનાગર્ભિત જયતિહઅણ ૩૩ ગાથાવાળું સ્તોત્ર બનાવ્યું. અઠ્ઠમતપ અને ભક્તિમય વાકય રચનાવાળા તેત્રના પ્રભાવથી, જમીનમાંથી, પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા પ્રકટ થઈ. નજીકમાંથી ઘણા શ્રાવક-શ્રાવિકાઓ ભેગા થયા. પ્રભુજીનું સ્નાત્ર થયું.
અને પ્રભુજીના સ્નાત્ર જળના સ્પર્શથી સૂરિમહારાજને કેને રેગ ઉપશાન્ત થયે. દેવીના વચનથી ખોરાકનું પરાવર્તન થયું. અને ઠાણાંગ વગેરે નવ અંગ સૂત્ર ઉપર વિવરણ બનાવ્યું, જે હાલ છપાઈ ગયેલું, ગીતાર્થ મુનિરાજેદ્વારા વંચાય છે. સૂરિભગવંત કેટલેક વખત જીવ્યા, ભવ્ય જીને રત્નત્રયીનું દાન કરીને સ્વર્ગવાસી થયા.
અહીં અભયદેવસૂરિ મહારાજ મહાબુદ્ધિશાળી હતા. શાસનપ્રભાવક હતા. ચારિત્રના પ્રભાવથી શાસનદેવી પિતે વગર બોલાવ્યાં આવીને, અનશન કરતા અટકાવીને, રોગ નિવારણ બતાવીને નવ અંગેની ટીકા બનાવવાની ભલામણ કરી ગયાં હતાં. આવા સામર્થ્યશાળી મહાશયે ગુરુ આજ્ઞા કેવી સાચવી, બધા સ્વાદનો ત્યાગ કર્યો, બુદ્ધિ ઘટાડવાની આજ્ઞાને મસ્તક ઉપર ચડાવી કેઢ રોગને ત્રાસ થવા છતાં, ગુરુદેવની આજ્ઞાને ફેરવી નહીં.
ઈતિ ગુરુ આજ્ઞા આરાધક અભયદેવ સૂરિ મહારાજની કથા સંપૂર્ણ
વળી અહીં ગુરુ આજ્ઞા પાળનાર રામચંદ્રસૂરિની કથા લખાય છે.
કુમારપાળ મહારાજને પ્રતિબોધ પમાડી, અસ્થિમજા જૈન શ્રાવક બનાવી, ૧૮ દેશમાં અમારી પડો વગડાવી, જુગાર વગેરે સાતે વ્યસનને દેશનિકાલ કરાવનાર કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજનું સ્વર્ગગમન થયા પછી, કુમારપાળ રાજવી છ માસે સ્વર્ગવાસી થયા હતા. અને તુરત જ કુમારપાળના મોટાભાઈ મહીપાળને પુત્ર અજયપાલ ગુજરાતને રાજા થયો. તેને પહેલાથી જ હેમચંદ્રસૂરિ મહારાજ અને મહારાજા કુમારપાળ ઉપર દ્વેષ હતો.
અજયપાળે ફક્ત અઢી વર્ષ જ રાજ્ય ભોગવ્યું. તેમાં તેણે જેટલા થયા તેટલા અધર્મો વધાર્યા. અને ધર્મોને નાશ કરાવ્યા. તેમાં કુમારપાળનાં બંધાવેલાં ત્રિભુવનવિહાર, કુમારવિહાર, યુકાવિહાર, ઉંદરવિહાર આવાં સેંકડો નહીં પણ હજારે જૈન મંદિરે પડાવી નાખ્યાં. ઉપરાંત મોટી મોટી પૌષધશાળાઓ, સામાયિક શાળાઓ પણ હજારોને નાશ કરાવ્યો. જ્ઞાન ભંડારે પણ ઘણા બળાવી નાખ્યા.
પ્રશ્ન: જેમ કુમારપાળ રાજા હેમચંદ્રસૂરિ મહારાજના ભક્ત હતા. તેમ અજયપાળ બાલરાંને ભક્ત હોવા છતાં, જૈન ધર્મસ્થાનો નાશ કેમ ?