________________
અભયદેવ સૂરિમહારાજને મળેલાં પદ્માવતીદેવી
૧૩૩ અભયદેવ મુનિરાજે, ગુરુ આજ્ઞા જ આત્માને ઊંચે ચડાવે છે, ગુરુઓ એકાત હિતકારી પુરુષ છે, ગુરુવચન તહરિ માનનારા જ સંસારને પાર પામે છે. એમ મનમાં નિશ્ચય કરીને, ફક્ત જુવારનું ભેજન છૂટું રાખી બીજા બધા આહાર બંધ કર્યા, અને ગુરુ મહારાજે ગવહન કરાવીને, શાસ્ત્રો, સૂત્ર, અર્થ, તદુભય ભણાવીને, આચાર્ય પદવી પણ આપી અને નિર્મલ ચારિત્ર આરાધી, અનશન કરી, ગુરુદેવ જિનેશ્વરસૂરિ મહારાજ દેવલેક પધાર્યા.
અભયદેવસૂરિ મહારાજને છવિગઈના ત્યાગ અને જુવારને ખોરાક ચાલુ રહેવાથી, નીરસ અને વાયડા ખોરાકના કારણે, કઢને રેગ શરૂ થયે. ઘેડે છેડે આખા શરીરમાં ફેલાઈ ગયા. એથી ઉત્તરોત્તર શરીરની શક્તિ પણ ઘટવા લાગી. આરાધનાના માર્ગોમાં પણ પ્રગતિ મંદ થતી ગઈ. ગુરુદેવની હાજરી નન્જી. હવે શું કરવું? ગુરુની આજ્ઞા વિના આહારને ફેરફાર કેમ થઈ શકે ? વિગઈએ છૂટી થાય નહીં તે, શરીર ટકવું અશક્ય છે.
તે પછી અનશન કરવું જ ઉચિત લાગે છે. એમ વિચારીને, ખંભાતના અખાતને મળનારી સેઢી (ખેડા પાસે વાત્રજ અને સેઢી બે મળી ગઈ છે) નદીના કિનારે આવ્યા. બધી આરાધના કરીને અનશન ઉચ્ચરવાની તૈયારી હતી. તેટલામાં તે મહાપુરુષના નિર્મલ ચારિત્રથી આકર્ષાઈને, પદ્માવતીદેવી આવ્યાં અને બોલ્યાં –
પૂજ્ય સૂરિ ભગવદ્ ! આપનું હજી આયુષ્ય ઘણું બાકી છે. અનશન ઉચ્ચરવાનો અવસર હજીક પાક નથી. તથા આપને હજીક શાસન પ્રવાભનાનાં કામ પણ કરવાનાં ઘણાં બાકી છે. ભૂતકાળમાં થએલા શીલાંગાચાર્ય – શીલગુણસૂરિમહારાજાએ વર્તમાન વિદ્યમાન અગિયાર અંગો ઉપર ટીકાઓ રચી હતી. પરંતુ આ કાળના જીવના કમભાગ્યથી પહેલા બીજા સિવાયના નવ અંગેની ટીકાઓ નાશ પામી છે અને આપ તે અંગેની ટીકાઓ બનાવી શકવા સમર્થ છે. માટે આટલું શાસનનું કામ કરવા જેવું છે.
અભયદેવસૂરિ મહારાજને ઉત્તરઃ અહર્નિશ શાસનના રક્ષણ માટે જાગ્રત રહેનાર અને આરાધક આત્માઓના ઉપદ્રવોનો નાશ કરનાર અને શાસન ઉપર આવેલી આપત્તિઓને નિવારણ કરનાર દેવી ! તમારી વાત સાચી છે. પરંતુ ફક્ત બે ભુજાઓ વડે જ સમુદ્ર તરવા જેવું, જેના ઉપર વિવરણ લખવાનું કાર્ય, શરીરથી તદ્દન અશક્ત અને અ૫ બુદ્ધિ હું કેમ કરી શકું?
શાસનદેવીને ઉત્તર ઃ ભગવાન ! આપ કશી ચિંતા કરશે નહીં. આપનું શરીર નીરોગ થઈ જશે. આપના શરીરમાં શક્તિ અને સંસ્કૃતિ પણ આવી જશે. બુદ્ધિના તો આપ સમુદ્ર છે. છતાં કઈ અગમ્ય સ્થાનોમાં શંકા જણાય તે મને સૂચવશો તે, હું મહાવિદેહ ક્ષેત્રમાં જઈને, શ્રીજિનેશ્વર દેવને પૂછીને, આપની શંકાઓના ઉત્તર મેળવી આપીશ. આપ હમણા જ આ જગ્યાએ, અઠ્ઠમ તપ કરશે અને તેંત્ર-સ્તુતિ કરવાથી પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા નીકળશે.