________________
જૈન મુનિરાજને સ્ત્રીઓને સમાગમ તાલપુટ વિષ જેવું છે.
૧૨૭ સંપૂર્ણ મૈથુનત્યાગ, સંપૂર્ણ માયા મમતાત્યાગ. આવાં પાંચ મહાવ્રત ધરાવનારને ગુરુ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તથા કેવલી ભગવંતોએ, તારવણી કરીને બતાવેલાં, અઢાર પ્રકારનાં પાપને, બરાબર સમજવાં, અને સમજીને જેમ જેમ તે પાપને, ત્યાગવામાં આગળ વધાય, અને કેમે કરીને, કાલાન્તરે પણ આત્માને, આ અઢાર પાપથી તદ્દન મુક્ત બનાવવાના આત્માના વ્યાપાર તે જ ધર્મતત્ત્વ સમજવો.
પ્રશ્ન : અમારો પ્રશ્ન એ છે કે રાજકુમારી જેન ઉપાશ્રયમાં આવી તેથી ગભરામણ શા માટે?
ઉત્તર : ઉપર જે લખાણ લખ્યું છે. તે તમારા પ્રશ્નના જવાબ માટે જ છે. જેના શાસનના મહર્ષિ પુરષ ફરમાવી ગયા છે કે, આ સંસારમાં જીવને દુર્ગતિમાં પાડનાર બે વસ્તુ છે. એક કંચન અને બીજી નારી. આ બે વસ્તુઓ માટે જ ઉપરના અઢારે પાપ થાય છે. પશુઓ પણ પાડે–પાડા, આખલે-આખલા, ઘેટા-ઘેટા, બકરા-બકરા, હાથી–હાથી, સિંહ-સિંહ, વાનર-વાનર, ધાનધાન, રાસ-રાસભ બધી જાતે ફક્ત નારી માટે લડે છે. લેહીલુહાણ બને છે, મરીને વૈર બાંધીને નરકમાં જઈને વળી પાછા લડે છે.
દેવે પણ દેવાંગનાઓને ચોરી ઉપાડી નાસી જાય છે. વિદ્યાધરો, ચક્વતીઓ, વાસુદે–પ્રતિવાસુદેવે, સામાન્ય રાજાઓ, ધનવાને, બળવાને, વિદ્વાને, નારી માટે લડ્યાઝગડ્યા છે. લેહીની નદીઓ વહાવી છે. સ્વપરનું સત્યાનાશ વાળીને હજારે લાખ કે કોડે, સમરાંગણમાં સૂઈ ગયા છે. આવા બનાવે લખવામાં પાનાઓ જ નહીં, પુસ્તક ભરાય તે પણ પાર ન આવે તેટલા બન્યા છે, અને બની રહ્યા છે.
પ્રશ્ન : કંચન અને નારી બેમાં મોટું કેણ?
ઉત્તર : બેમાં પણ ખાસ આગેવાની નારીની જ છે. એક નારી માટે લોકે, લાખો પણ ખચી નાખે છે. નારી માટે મેટી લડાઈઓ થઈ છે. રાવણ નારી-સીતાના કારણે પાયમાલ થયે, મરણ પામ્યા. રાજ્ય ખોયું. અપયશના પોટલા બંધાયા મહાભયંકર કર્મો બંધાયાં, અને તે જ કારણે નરકગતિમાં ગયા. પશુગતિમાં ધન છે જ નહીં ફક્ત નારી માટે જ ઝગડા-કજીયા થાય છે.
માટે જ શ્રી જિનેશ્વરદેવોએ, સાધુઓને, સ્ત્રીઓને સ્ત્રી જાતિમાત્રને સમાગમ કરે તે પણ પતનનું કારણ ગણાવ્યું છે. કહ્યું છે કે – विभूसा इत्थीसंसग्गो, पणीय रसभोयणं । नरस्सत्तगवेसिस्स, विसं तालउटं जहा ॥१॥
- ઈતિ દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૮ ગા. પ૭ અર્થ : ૧. શરીરની ટાપટીપ રાખવી, ઊજળાં વસ્ત્રો પહેરવાં, ૨. સ્ત્રીઓને સમાગમ વારંવાર મિલન, ૩. સ્વાદિષ્ટ–પૌષ્ટિક આહારનું ભેજન. આ ત્રણ વસ્તુ આત્માનું ગષણ કરનાર, અર્થાત્ વીતરાગના મુનિરાજોને, તાલપુટ વિષના જેવાં મહા ભયંકર બતાવ્યાં છે.