SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ચાલતા હતા. પ્રસ્તુત ગાથાઓમાં દેવીઓનાં, અંગ પ્રત્યંગનાં, અને વેશભૂષાનાં શૃંગારરસ પૂર્ણ વર્ણને વિસ્તારથી સમજાવતા હતા. આ નગરમાં મુનિરાજોના ઉપાશ્રયની નજીકમાં રાજમહેલ હશે. મુનિરાજોને ભણાવાતાં કાવ્યોના શબ્દ રાજભુવનમાં, રાજકુમારીના મહેલમાં, સંભળાવા લાગ્યા. અભયદેવ મુનિરાજના કંઠની મધુરતા, શબ્દજનામાં લાલિત્ય, શૃંગારરસવાળે વિષય, તેથી રાજબાળાના કર્ણોમાં આકર્ષણ થયું. અને બરાબર ધ્યાપૂર્વક સાંભળવા લાગી. આ ગાથાઓના વર્ણનને વિસ્તાર એક-બે-ત્રણ દિવસ ચર્ચા અને ઉત્તરોત્તર રાજબાળાને રસ પડવા લાગ્યો. તેથી પિતાના મહેલમાંથી નીકળીને, સિધી જ ઉપાશ્રયમાં આવીને, સાંભળવા બેસી ગઈ. એટલું જ નહીં પરંતુ, મુનિરાજના સ્વર અને વિવેચનમાં એવી વેધકતા આવી ગઈ કે, રાજકુમારી અભયદેવ મુનિરાજ પાસેથી જવાની પણ ના પાડવા લાગી. અને બોલી આ મુનિરાજ સાથે મારે લગ્ન કરવું છે. અને મારે મારું પોતાનું જીવન આવું જ રસમય બનાવવું છે. રાજબાળાના આવા વિચાર સાંભળી મુનિશ્રી અભયદેવજીએ તત્કાળ, શરીરના બાહ્ય અને અત્યંતર અવયની દુર્ગધતા અને અપવિત્રતાનું એવું વિસ્તૃત વર્ણન કર્યું કે, જાણે બિભત્સ રસને સાક્ષાત્કાર ન હોય ? કુમારી આ વર્ણન સાંભળીને ચાલી ગઈ. પ્રસ્તુત રાજકુમારી, ઉપાશ્રયમાં રહી ત્યાં સુધી, સાધુ સમુદાય ખૂબ ગભરાટમાં હતો. ગયા પછી સાધુઓમાં–શાંતિ પથરાઈ પરંતુ ગુરુમહારાજને, આજના આ બનાવથી, ઘણું દુઃખ લાગ્યું. અને મુનિશ્રી અભયદેવજીને, પાસે બેસાડી ઘણું મીઠા વચનથી ઠપકો આપ્યો. અને બુદ્ધિ ઘટાડવાનો પ્રયોગ શરૂ કરવા પણ જોરદાર ભલામણ કરી. આજને બનાવ ઉપાશ્રય માટે એક ભયના વાદળાને દેખાવ કરીને વિખરાઈ ગયો. પ્રશ્ન : ન સમજાય તેવી વાત લાગે છે? રાજકુમારી, સમજવાની બુદ્ધિએ જૈન ઉપાશ્રયમાં આવી, અને અજિતશાન્તિસ્તવનની વ્યાખ્યા સાંભળવા બેઠી. અને તેણે તેના ચિત્તને રાગવાળું બનાવ્યું. તેથી સાધુ સમુદાયને, ગભરાવાની શી જરૂર ? આપણે મજબૂત હોઈએ તે આપણને કેઈ ચેટી શકતું નથી. અહીં તે ઉપાશ્રય જેવું ધર્મસ્થાન હતું. ગુરુદેવની હાજરી હતી. ઘણુ સ્થવિર સાધુઓ પણ હતા. તે પછી ભયને કે ગભરાટને અવકાશ શા માટે ? ઉત્તર : જૈનશાસનમાં ત્રણ તને સંસાર તારક માનવામાં આવ્યાં છે. પ્રશ્ન : ત્રણ તારક તો કયાં કયાં ? ઉત્તર : રાગ-દ્વેષ-અને અજ્ઞાનતા આ ત્રણ ખરાબમાં પણ ખરાબ-દુષ્ટમાં પણ દુષ્ટ દે છે. અવગુણો છે. આ ત્રણ દે જેનામાં અ૫ પણ ન હોય તેને દેવ માન્યા છે. તથા વળી પાંચ મહાવ્રતધારક સંપૂર્ણ હિંસાત્યાગ, સંપૂર્ણ અસત્યત્યાગ, સંપૂર્ણ ચરીત્યાગ,
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy