SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્નઃ શરીર કરતાં જીભની કિંમત વધારે કેમ? અર્થાત્ સેવા કરતાં આજ્ઞા મોટી કેમ? ઉત્તર : જેટલા જગતના સારા અથવા ખરાબ વહેવારે ચાલી રહ્યા છે, તે બધા પ્રાયઃ જીહાને આભારી છે. સંતપુરુષ કે દુર્જન મનુષ્યની ઓળખાણ પણ પ્રાયઃ વચનથી થાય છે. કહ્યું છે કે : માણસને તેલ એક બોલથી પિછાણીએ. ખૂબ જ ગુસ્સામાં આવી ગયેલા રાજામહારાજા પણ વચન-રચનાથી શિક્ષા કરવાની જગ્યાએ ઈનામ આપનારા થયા છે. અહીં એક બે ઉદાહરણ જણાવું છું. એક વાર મહામંત્રીશ્વર આભટને મહારાજા કુમારપાલે બત્રીસ લાખ દ્રવ્ય ઈનામમાં આપ્યું હતું. તે સઘળું ધન એક જ અઠવાડિયામાં યાકેને, ભાટ-ચારણોને, કીર્તિદાન કરી નાખ્યું. આ વાત શહેરમાં ખૂબ ફેલાઈ. સજજન માણસોએ તે, આમભટની ઉદારતાનાં વખાણ જ કર્યા. પરંતુ ઈર્ષાળુઓ અને કૃપણ માણસને, આવી ઉદારતા કેમ પસંદ પડે ? એટલે કેઈક દુર્જન માણસે, મહારાજા કુમારપાળ પાસે, આમ્રભટને ઉતારી પાડવા, પિતાના અભિપ્રાય ઠાલવ્યા. “બાપુ! ધન આપનું વપરાય છે, અને, આમભટની કીતિ ગવાય છે.” આવાં આવાં ઉશ્કેરણીના વર્ણને સાંભળી, ભલા મહારાજા કુમારપાળને, આમભટ ઉપર ઘણે જ ગુસ્સો આવ્યો. સવારમાં આદ્મભટ મંત્રીશ્વર, પ્રણામ કરવા આવ્યા ? રાજાએ પીઠ ફેરવી પ્રણામ ન લીધા. પ્રધાનને પ્રશ્ન ગરીબ પરવર, સેવકને શું અપરાધ ? રાજા દાનમાં મારાથી તારી મોટાઈ કેમ ? પ્રધાન : બાપુ, એ બરાબર છે, કારણ, આપ સાહેબ સાત ગામના માલિકના પુત્ર છે જ્યારે હું અઢાર દેશના રાજાધિરાજને પુત્ર છું. હું આપું એ ખોટું કેમ ગણાય ? ધનિક પુત્ર ધન બાવરે, નહીં ગરીબનાં બાળ, આશિષ આપે સંત નર દુર્જન આપે ગાળ." આમભટના આવાં મધુર વચનથી, મહારાજા કુમારપાળ ખૂબ જ ખુશી થયા. અને આમ્રભટને મોટું ઈનામ આપ્યું. આ જગ્યા વચનની રચનાથી બગડેલી બાજી સુધરી ગઈ હતી. વળી એક બીજી, મહાસતી અનુપમાદેવીના પ્રસંગમાં બનેલી ઘટના. એકવાર ધોળકાના રાજા વિરધવલને, કેઈ તેજોષી મનુષ્ય, વાત કરી, મહારાજ ! ધન આપનું વપરાય છે, અને યશકીર્તિ વસ્તુપાલ-તેજપાલની ગવાય છે, ફેલાય છે, અને દાખલાઓ બતાવીને રાજાને ખૂબ ખૂબ ભંભેરણી કરી. રાજા વિરધવલને વસ્તુપાલ-તેજપાલની
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy