SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યાની સાચી સમજણ ૧૧૫ અર્થ : રાજગરાના સીરા બને. લાપસી અને, પુરી અને, રાજગરાને લાક ધાન્યમાં ગણતા નથી. તથા બદામ-પીસ્તાં, ચારાળી, અખરોટ, કાજુ, દ્રાક્ષ પણ ફળાહારમાં વપરાય છે. વળી મેાસ...બી, નારંગી, સફરજન, સંતરાં, ચિકુ, કેળાં, કાકડી, ચિભડી, દાડમ, જામફળ, સીતાફળ, શ્રીફળ, પપૈયું, તડબૂજ, કેરી, શેરડી વગેરે મેવા અને કળા અને બરફી વિગેરે પકવાનો પણ ફળાહાર સમજીને વૈષ્ણવભાઈએ ઉપવાસમાં ખાય છે. પ્રશ્ન : ફળાહારમાં આટલું બધું લેાકેા કેમ ખાઈ શકે ? ઉત્તર : બધું કે બધી વસ્તુએ એક દિવસે ખવાય નહીં. પરંતુ આ બધી વસ્તુ પૈકી એક એ ચાર, ઘેાડી કે ઘણી ઇચ્છા અને તૃપ્તિ અનુસાર લેવાની છૂટ છે. ઉપરાંત અનેકવાર ચા-કૉફી કે ધૂમ્રપાન માટે પણ મનાઈ નથી. આમ હાવા છતાં ઉપવાસ ગણાય છે. અમારી દલીલ એવી છે કે, ક્ષુધા શમાવવા માટે જે કાંઈ લેવાય, તે સવ આહારમાં જ ગણાવુ જોઈએ. ત્યારે અજનાએ અન્નાહાર સિવાય કોઈ પણ ખારાક, ભલે પછી દૂધ હાય, દહીં હાય, શકરિયાં, બટાટા શિંગાડા હાય, તેવા ખારાકથી ઉપવાસ ભાંગતા નથી એમ માનેલું છે, અને હાલમાં તેવેા પ્રચાર પણ છે. પ્રશ્ન : તેા પછી જૈન શાસનની માન્યતા અનુસાર તપ કાને કહેવાય છે ? ઉત્તર : સામાન્ય વ્યાખ્યા જેનાથી ક્ષુધાનું શમન થાય, તે બધાને શ્રી વીતરાગ દેવાએ આહાર ગણાવ્યા છે. તેના પણ અશન-પાન-ખાદિમ–સ્વાદિમ ચાર પ્રકાર પાડેલા છે. અને ઉપવાસમાં ચારેને કે ત્રણને (પાણી છૂટું) ત્યાગ અવશ્ય કરવા જ પડે છે. વળી તપ શબ્દનો અર્થ તપધાતુ ઉપરથી બનેલા હેાવાથી, તાપતિ ઇતિ તપ: એટલે શરીરના સાતે ધાતુને તપાવીને આત્મામાં ચાંટેલાં ચિકણાં કર્મોને પણ તપાવે તેને તપ કહેલ છે. જુએ— “ કર્મ તપાવે ચિકણાં, ભાવમ ગલ તપ જાણું પચ્ચાસલબ્ધિ ઉપજે, જયજય તપ ગુણ ખાણું.” ઈતિ વિજય લક્ષ્મી સૂરિ. મહામ ગલ કહેલ છે. તપને જ્ઞાની પુરુષે ભાવમંગલ યાને જેમ તાપ લાગવાથી જમીન ઉપરના કાદવ સુકાઈ જાય છે, કાદવ સુકાવાથી દુર્ગંધ નાશ પામે છે, અપવિત્રતા ચાલી જાય છે, તેમ તપ કરવાથી ચીકણાં કમ સુકાઈને આત્મામાંથી ખરી જાય છે. જેમ કાદવથી ખરડાયેલું શરીર, કાદવ સુકાઈ જવાથી, ખરી જવાથી, સ્વચ્છ અને છે, તેમ સુકાઈને કર્મો ખરી જવાથી આત્મા પણ નિર્મળ બને છે, અને આત્મામાં નિર્માંળતા પ્રગટ થવાથી વાસનાઓ, વિકારો, વિષયેા ક્ષય પામવા શરૂ થાય છે. વિષયાને ક્ષય શરૂ થાય તેા ક્રોધાદિ કષાયા પણ એછા થવા શરૂ થાય છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy