SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વીરાચાર્ય સૂરિભગવંતના વાસક્ષેપથી રાજા દુર્લભરાજા સોલંકીની રાણીને વલ્લભરાજ વગેરે પુત્રે થયા. રાજાએ અમારી પ્રવર્તન વગેરે ઘણાં શાસનનાં કાર્યો કર્યા. જિંદગી સુધી આચાર્યનો ભક્ત રહ્યા. આચાર્યશ્રી વરસૂરિને જન્મ વિ. સં. ૯૩૮ દીક્ષા ૯૮૦ સ્વર્ગ ૯૯૧ ૪૨ વર્ષ સંસારમાં, ૧૧ વર્ષ ચારિત્રમાં અગિયાર વર્ષમાં પણ વિરાચાર્ય મહાપ્રભાવક થઈ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર ખૂબ આરાધી ગયા. ભક્તિ અને સેવા કરતાં આજ્ઞાની મહત્તાને સામાન્ય પ્રસંગ થોડા વખત પહેલાની આ વાત છે. કાશી બનારસની નજીકમાં, ગંગાનદીના કિનારા ઉપર એક નિસ્પૃહ તપસ્વી અને વિદ્વાન એક પંડિત સંન્યાસી આશ્રમ બનાવી રહેતા હતા. તેની પાસે બારે માસ ઘણા બાળક ભણવા આવતાં હતાં. તે બધાને કશે બદલે લીધા વગર પંડિતજી ભણાવતા હતા. અને સાથે સાથે તેમની કૃપાથી બધા બાળકને કાયમ માટે ખાનપાનની સગવડ પણ મળી જતી હતી. આજુબાજુ ઘણા બગીચાઓ હતા. અને બધી વસ્તુઓમાં ફળની ઉત્પન્ન ખૂબ હતી. સંન્યાસી પ્રાયઃ બારે માસ ફલાહાર જ લેતા. વખતે મળી જાય તે થોડું દૂધ લેતા હતા. બારે માસ અનાજ લેતા જ નહીં. તેથી તેમની મહાતપસ્વી તરીકેની ખ્યાતિ ખૂબ વિસ્તાર પામી હતી. અને લોકોની ભક્તિમાં પણ દિનપ્રતિદિન વધારે થવા લાગે હતા. વૈદિક માન્યતાવાળા બારમાસી અન્ન ત્યાગને મેટો તપ સમજે છે. ભલે દૂધ પીએ ફળે ખાય પણ અનાજ ન ખાય તેઓ ઉપવાસી મનાય છે. અને આવા બારમાસી અન્ન ત્યાગી મહાતપસ્વી ગણાય છે. કહ્યું છે કે – “જગત ત્યાગને વેશનું, બને હમેશાં દાસ, પરમારથ સમજે નહીં, પાપ-પુણ્ય પણ ખાસ.” અજ્ઞાની જગજીવડા, દેખી વેશ ફસાય, કઈક દેખી ત્યાગને, ગાંડા ઘેલા થાય.” “જિનવાણી પરમાર્થને, પામ્યા તત્ત્વ વિચાર, વેશ-ત્યાગ સહજ્ઞાનને, સમજી કરે સ્વીકાર.” “જ્યણા જીવદયા અને જિન આજ્ઞા જ્યાં હોય, નમવું તે મહાભાગ્યને, ભલે ગમે તે હેય.” “પણ જીવદયા નહીં, જિન આણા પણ નય. નમવું નહીં તે કઈને, ભલે ગમે તે હોય.”
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy