________________
૧૦૯
વીસચાર્યને માતા પ્રેમ ત્યાગ : પ્ર. ૧લું પેટ કેમ ન ફૂટી ગયું ? સખીની મશ્કરી બાઈના ખેદ અને મરણમાં પરિણામ પામી. મલયસુંદરીએ ગયા જન્મમાં હાસ્યથી, દાસીને રાક્ષસી કહી હતી, તેથી તેને મલયસુંદરીના ભવમાં રાક્ષસી તરીકેનું આળ ચડયું હતું.
અહીં માતા પૂર્ણ લતાના મરણથી વીરકુમારને ખૂબ શેક થયો. વિલાપ કર્યા. અહા, હું અને મારી માતા વચ્ચે કેટલું બધું મોટું અંતર છે? મારા માત્ર ખોટા મરણ સમાચાર સાંભળીને માતાની ધીરતા ખોવાઈ ગઈ અને પ્રાણ નીકળી ગયા અને હું તે માતાને સાક્ષાત મરેલી જોઉં છું તોપણ, મારા પ્રાણ નીકળતા નથી. આવા મારા નિષ્ફર હૃદયને ધિકકાર થાઓ. કહ્યું છે કે –
મૃણાલની મૃદુતાથકી, મૃદુ માતનું ચિત્ત, પુત્રચિત્ત કઠોરતા, વજ કાઠિન્ય અધિક.” ૧ “પુત્ર અલ્પ દુઃખ દેખિને, માતચિત્ત દુ:ખ થાય, પણ માય દુઃખ જોઈને, સુતને દુ:ખ ન થાય.” ૨ “માયાયથી મેળવે, લક્ષ્મી, નારી-ધામ,
બેટા બદલામાં દિયે, અપમાન ત્રાસ ઇનામ.” ૩ માતાના મરણથી વીરકુમારને વૈરાગ્ય વધી ગયે. તેઓ અઈના પારણે એકાસણું કરતા. અને કાયમ છવિગઈના ત્યાગવાળો આહાર વાપરતા હતા. અને હમેશાં પૌષધ કરી રમશાનમાં જઈ ધ્યાન કરતા હતા. કમે પિતાનું એક કોડ દ્રવ્ય પત્નીઓને આપી, બાકીનું દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરીને, મથુરાથી આવેલા સે વર્ષની વયના વિમલગણ નામના મહાજ્ઞાની અને ગુણી આચાર્ય પાસે દીક્ષા લીધી, બહુ અ૮૫ સમાગમમાં ઘણું જ્ઞાની થયા. ગુરુ સિદ્ધાચલ જઈ અનશન કરી દેવલોકે ગયા.
વિમલગણુએ બતાવેલા પુસ્તક મેળવી, ગુરુના વચનની આશીષ અને તેમને ક્ષપશમ જાગવાથી; (પુસ્તકે મળવાથી) ગણિવિદ્યા અને અંગવિદ્યાના પારગામી થયા. પછી તો શિષ્ય પણ ઘણુ થયા. સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનાં નિધાને પ્રકટ થયાં. વર્ધમાનસૂરિ મહારાજે તેમને આચાર્ય પદવી આપી; પાટણ તરફ આવતાં રસ્તામાં સ્થિરા (હાલનું થરા હશે) ગામ આવ્યું. અહીં નગરની બહાર વિરુપાનાથ ઉર્ફે વલ્લભીનાથ નામના વંતરનું મંદિર હતું.
તેણે ઘણા માણસને મારી નાખ્યા હતા. સૂરિ મહારાજે તેને વશ કર્યો, હિંસા છોડાવી. તેણે પણ સૂરિ મહારાજને, ઋષભનું રૂપ બનાવી, પીઠ ઉપર બેસાડી, અષ્ટાપદની યાત્રા કરાવી. ત્યાંથી પાછા આવતાં દેના મૂકેલા છ અક્ષતો લેતા આવ્યા. ચોખા આપણા બાર આંગુલ લાંબા, એક આંગુલ જાડા અને મહાસુગંધવાળા હતા. તે ચોખા જોવાથી નગરમાં ખૂબ શાસન પ્રભાવના થઈ હતી. મેટો મહોત્સવ થયો.