________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
***
દ્વારમાં પ્રવેશ કરવા પહેલાં પિતાનાં અંગરક્ષકદિ સેવકોને સેંપી દે છે. અને મુકુટ ઉતારી હાથમાં રાખે છે. અતિ ચિત્ય વંદન ભાષ્ય ગાથા ૨૦-૨૧ ભાવાર્થ.
મહામુનિરાજ સત્યભૂતિ મુનિ પ્રમુખ મુનિવરોને વંદન કરીને, મહારાજા દશરથ વગેરે સભાસદ દેશના સાંભળવા બેઠા. મહામુનિરાજ ફરમાવે છે કે
“આયુષ દેડ્યું જાય છે, જિમ વેગ-સરિતા નીરને, આંખ ઉઘાડી જોઈ લ્ય, ભય મોટો યમવીરને. ર્યા કોળીઆ ઘણા તેણે, નૃપ અને ધનવાનના, સાથે ન આવે હેમ-ચાંદી, રાશિ ધનધાનના.” ૧
માતા-પિતા ને બેન-પત્ની, બાળકો ને બાંધવા, તૂટેલ આયુષ્ય કેઈનરનું, સમરથ નથી કે સાંધવા, હવા-દવા ને પથ્ય–વૈદ્યો, આયુષ્ય સાંધી નવ શકે,
આવેલ યમના સિન્ય દૂતે, ક્ષણ પણ વધારે નહીં ટકે.” મે ૨ : ઈત્યાદિ ધર્મદેશના સાંભળી પ્રથમથી જ દીક્ષાના અભિલાષી મહારાજ દશરથે ઘેર આવી જિનાલમાં મહોત્સવે ઉજવીને, સાતે ક્ષેત્રમાં ઘણું ધનને વ્યય કરીને, ઘણા પરિવાર સાથે મોટા આડંબરથી, ગુરુ પાસે આવી દીક્ષા લીધી. ગ્રહણ-આસેવન શિક્ષા પામી, ગુરુ પાસે શાસ્ત્રોનો અભ્યાસ કરી, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર્ય–તપમાં જાગતા રહીને, નિરતિચાર આરાધના કરીને, સર્વ કર્મને ક્ષય કરીને, કેવલજ્ઞાન પામી ક્ષે પધાર્યા.
મહારાજા ભરત પણ, પિતાજીએ દીક્ષા લીધી, મોટા ભાઈ વનવાસ ગયા, પછી તે પૂજ્ય પુરુષની આજ્ઞાને મસ્તક ઉપર ધારણ કરીને, એક શૂરવીર અને ન્યાયી રાજવીની અદાથી રાજ્ય અને પ્રજાનું પાલન કરતા સુખપૂર્વક રહેવા લાગ્યા. (ઈતિ પર્વ. ૭. સર્ગ ૪ થો કલેક. ૪૧૯ થી ૫૩૦ ને ભાવાર્થ.) ઈતિ પિતાની આજ્ઞાના પાળક મહારાજારામચંદ્ર અને ભરતાદિની કથા સંપૂર્ણ. ૨ હવે માતાની આજ્ઞા પાળનાર પંચમકાલમાં થયેલા આરક્ષિત બ્રાહ્મણપુત્રની કથા
આ માલવ દેશમાં, ઉજજયિની નગરીની સમીપમાં, દશપુર નામના શહેરમાં સેમદેવ નામના પુરોહિતને, દ્રમાં નામા પત્ની હતી. અને આર્ય રક્ષિત તથા ફલ્યુરક્ષિત નામા બે પુત્રો હતા. એમદેવ ચુસ્ત વેદવાદી હતું. જ્યારે રુદ્રમાં સુશ્રાવિકા હતી. ધર્મભેદ હોવા છતાં પતિ-પત્નીમાં અપ્રમાણ સંપ હતા. મહાસતી સ્ત્રીઓ સાસરામાં આવીને પતિસેવા અને કુટુંબ વાત્સલ્યને ખૂબ ખૂબ પિષણ આપે છે. અને ખીલવે છે, સાથોસાથ પિતાના ધર્મને પણ પણ ક૯૫વૃક્ષના છોડવાની પેઠે જાળવે છે; સિંચન કરે છે અને ફળવાન બનાવે છે.