SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દશરથ રાજાના કુટુંબના સંપ : પ્ર. ૧ લુ ૯૭ મહાદેવી કૈકેયી ખૂબ રડતાં રડતાં, જમીન ઉપર ઢળી પડચાં, સૂચ્છિત થયાં. શીતેાપચારથી સાવધાન ખની, રામચ'દ્રને વિનવવા લાગ્યાં, પુત્ર ! તેં આજ સુધી મને અને દેવી કૌશલ્યાને, સરખાં જ માનેલાં છે. તે અઢાથી જ કહું છું, પુત્ર ! મારો એક અપરાધ માફ કર ! મારી જિંઢગીમાં મેં આ સિવાય બીજું કલંક લગાડયું નથી. હું મહાપુરુષ મહારાજા દશરથની રાણી છું. સતી છું. ભરત જેવા ઉત્તમ પુત્રની માતા છું. મેં મૂખ આત્માએ રામ અને ભરત વચ્ચે પુત્રબુદ્ધિમાં ભેદ સ્વીકાર્યો. તે મારા અવિચાય કારી કૃત્ય માટે મને વારંવાર દુઃખ થાય છે. વર્તમાન જગત અને ભવિષ્યના ઇતિહાસમાં, મારા નામ ઉપર આવેલું આ કલ`ક મિટાવવું તારા હાથની વાત છે. માટે આપ સર્વે પાછા પધારો, અને કુટુંબ, નગરી તેમ જ દેશમાં ફેલાયેલી શેાકની લાગણીને મીટાવી નાખેા. કૈકેયી અને ભરતકુમારની લાગણી ભરપૂર વિનવણી સાંભળી, કુમાર રામચંદ્રે માતાના પગમાં પડી, માતાને ખૂબ વિનયપૂર્વક સમજાવ્યાં, મને ખૂખ જ આશીર્વાદ આપી, વનવાસ જવાની રજા આપેા. હવે અમને પાછા લઈ જવાનો આગ્રહ સમેટી લેા. પછી ભરતકુમારના સામા ફરીને, મસ્તક તથા વાંસામાં હાથ ફેરવીને, દિલાસાએ આપીને, વળી ઘણા મધુર શબ્દો કહીને, રાજ્ય સ્વીકારવા હા પડાવી. ભરતકુમાર વડીલબંધુના પ્રભાવથી દબાઈ ગયા, તત્કાળ સીતાજીના લાવેલા જળ વડે, હાજર રહેલા રામ-લક્ષ્મણ, સીતા, કૈકેયી, પ્રધાનો અને મહાજન વગે, ભરતકુમારનો ત્યાં જ, રાજ્યાભિષેક કર્યો. અને મહારાણી કૈકેયી તથા ભરત રાજા પરિવાર સહિત, અયેાધ્યા પાછા આવી ગયા. નગરમાં અને રાજકુટુંબમાં મહેાત્સવેા થયા. ખૂબ હર્ષ ની લાગણી ફેલાઈ. રાજ્યની વ્યવસ્થા ખરાખર થઈ ગઈ. તેટલામાં, સત્યભૂતિ નામના, મહામુનિરાજ અયેાધ્યા નગરીના પરિસરમાં, સમવસર્યાં. વનપાલકે વધામણી આપી. મહારાજા દશરથ–પરિવાર સહિત મેાટા આડંબરથી નગરવાસી લેાકેાના સમુદાયે સાથે મુનિમહારાજને વંદન કરવા પધાર્યા. પાંચ અભિગમો સાચવીને પઢામાં બેઠા. પ્રશ્ન : પાંચ અભિગમ એટલે શું ? ઉત્તર : 'સચિત્ત વસ્તુઓના ત્યાગ કરવા એટલે પોતાના ગળામાં કે મસ્તકાદિ ઉપર પુષ્પાદિના શ્રૃંગાર રાખવા નહીં; અચિત્ત વસ્તુઓ ભેટ મૂકવા ચાગ્ય ફળ-નૈવેદ્ય પાસે રાખવી, ઉપલક્ષણથી ભેટ ધરવા યાગ્ય શ્રીફલાદિ પણ રાખવાં, ઉત્તરાસન -ખેશ રાખવા, દેવ-ગુરુને જોઈને તત્કાળ બે હાથ જોડવા અને મનની એકાગ્રતા, તન્મયતા સાચવવી. દેવ-ગુરુના ગુણેામાં તન્મય અનવું. અથવા રાજ્યચિન્હાના ત્યાગ કરવા, ખડ્ગ, છત્ર, ચામર, અને મેાડીના ત્યાગ કરીને, દેવગુરુએની સભામાં પેસવું, તેમાં ખછત્ર, ચામર અને મેાજડી ધ ૧૩
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy