________________
८८
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેણી આજે તે વરની, ભરતને રાજ્ય અપાવવા માટે યાચના કરે છે. માણસ પેાતાની ઈચ્છાનુસાર વર માગી શકે છે, અને સત્યવાદી મહાશયેાએ વચનો ખરાખર પાળવાં જોઈ એ.
પરંતુ રાજ્યનીતિ એવી છે કે વડીલેાપાર્જિત રાજ્ય, ખાડ ખાંપણ વગરના, પહેલા પુત્રનેજ અપાય છે. તે વાતને ધ્યાનમાં રાખીને તને પૂછવું ઉચિત ગણાય.
મહાભાગ્યશાળી કુમાર રામચંદ્રનો ઉત્તર :
પિતાજી ! આપ મારા પ્રત્યેના વાત્સલ્યથી જે કહેા છે તે, આપને માટે ઉચિત ભલે ગણાય, પરંતુ રામની સલાહ લીધા સિવાય, દશરથ રાજા ભરતને રાજ્ય આપી શકે નહીં, આવી જાહેરાત પણ, મારા અવિનીતપણાનો ઢંઢરા ગણાય?
મારે માટે કૌશલ્યાદેવી અને કૈકેયીદેવીમાં ભેદ નથી, તેમ હું અને ભરત જુદા નથી. ભરત પણ પિતાજીના વહાલા પુત્ર છે. ન્યાયી વિનયી અને શૂરવીર છે. શત્રુઓને પગ નીચે દબાવીને, પિતાનું રાજ્ય સાચવી કે વધારી શકે તેવા છે. મારાં માતા કૈકેયીની માગણી બરાબર છે. વળી ઈક્ષ્વાકુવંશના રાજાઓ, પેાતાનું વિશાલ રાજ્ય, એક ભાટચારણને આપવા પણ સ્વતંત્ર છે. તેા પછી પોતાના કાઈપણ પુત્રને આપે તેમાં મારા જેવા આજ્ઞાધીન પુત્રની રજા લેવાની શી જરૂર ?
હું આપના આજ્ઞાધીન પદ્ઘાતિ સમાન પુત્ર છું. પિતાજીનું વચન સચવાય મારી માતા કૈકેયી દેવીનું ચિત્ત પ્રસન્ન થાય, અને મારો લઘુ આંધવ રાજા થાય આવી એક ક્રિયામાં ત્રણઆમ મનુષ્યાની સેવા સધાય છે. તેથી પિતાની આજ્ઞાનું પાલન કરનાર અને પુત્ર તરીકેનુ અભિમાન ધરાવનાર રામને આનાથી વધારે આનંદ બીજો શું હેાઈ શકે ?
માટે આનંદપૂર્વક મારા લઘુબંધુ ભરતના રાજ્યાભિષેક કરાવવા આજ્ઞાની ઉદ્ઘાષણા કરાવેા. આ પ્રમાણે કુમાર રામચંદ્રનાં ઉદારતાપૂ વચનો સાંભળી, ઘણા જ પ્રસન્ન થયેલા મહારાજા દશરથ, જેટલામાં મંત્રીમ`ડલને ખેલાવી, આજ્ઞા ફરમાવે છે, તેટલામાં કુમાર ભરત નમ્રતા અને નિસ્પૃહતાપૂર્ણ પ્રાથના કરે છે.
કુમાર ભરતની પ્રાર્થના:
પિતાજી! આપનો આપના પરિવાર પ્રત્યે વાત્સલ્યભાવ સમાન હતા, અને હેાવા જોઈ એ. તે જેવા મારી માતા અને મોટાભાઈના વાકયામાં આદર થાય છે, અને તેમનાં વચનોને ધ્યાનમાં લઈને, અમલમાં મુકવા તૈયારી બતાવાય છે, તે જ પ્રમાણે આપના અતિ નમ્ર સેવક ભરત પુત્રે પણુ, આ સૌની પહેલાં કરેલી માગણીનો, અસ્વીકાર જ નહી પણ અનાદર થાય છે, તે મારા માટે દુઃખનો વિષય જ ગણાય.
મારે રાજ્ય લેવું નથી, પરંતુ પિતાજી સાથે દીક્ષા લેવી છે. મારે કોઈના રાજા સ્વામી-માલિક થવુ નથી. પરંતુ આખી જિંદગી પિતાજીના સેવક તરીકે જીવવું છે. મારે બાહ્ય શત્રુઓને હરાવીને, અલ્પકાલીન નેતા કે સમ્રાટ થવું નથી. પરંતુ અનંતકાલથી