SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ Mu , દશરાજાના કુટુંબને સંવાદ : પ્ર. ૧લું પ્રકાશેલી, પ્રવજ્યા ગ્રહણ કરીને આત્માને નિર્મલ બનાવવાનું જ ઉદ્યમ કર્યો છે. અને હું પણ મારા રાજ્યની સુવ્યવસ્થા કરીને દીક્ષા લેવાની ભાવના રાખું છું. કુમાર ભરત : જેમ આપના પિતાજી સાથે આપના વડીલબંધુએ દીક્ષા લીધી હતી તેમ પિતાજી હું પણ આપની સાથે જ દીક્ષા લેવા પ્રાર્થના કરું છું. પરમ ઉપકારી પિતાજી મારી આ પ્રાર્થને જરૂર ધ્યાનમાં લેશે. જેથી મને પિતાની સેવા અને આત્મકલ્યાણ એમ બે લાભ થશે. મહારાજા દશરથનું અને કુમાર ભરતનું વાક્ય પૂરું થયું કે તુરત નજીકના ઓરડામાં બેઠેલાં ત્રીજા નંબરનાં મહાદેવી-કેકેયી. બે હાથ જોડી નમ્ર ભાવે વિનંતી કરવા લાગ્યા, સ્વામિન્ ! આપે મને એક વર આપે છે. તે આપને યાદ હશે? આપની આજ્ઞા હોય તો મારે તે વર આજે જ માગે છે. દશરથ રાજા : હા, મેં વર આપ્યો છે. ખુશીથી હમણાં જ મારી શકો છો. રાણું કેકેવી ? તો આપની રાજ્યગાદી મારા પુત્ર ભરતને આપો. કુમારભરત : પિતાજી! મારી પ્રાર્થના પહેલેથી જ હતી અને એ જ કે, આપ દીક્ષા લેવાના છે તેથી હું પણ, આપની સાથે, આપની સેવા કરવા સારૂ દીક્ષા લઈશ. મારી આ પ્રાર્થનાને અનાદર થવો જોઈએ નહી. કારણ આપના વિના ક્ષણવાર પણ મને ગોઠશે નહીં. આપને વિરહ મારાથી સહન થઈ શકશે નહીં. આપ મને દીક્ષામાં સાથે લેશે નહીં તે, મારી ચારિત્રની આરાધના અને પિતા-ગુરુની સેવાને વિરહ અને સંસાર વૃદ્ધિથી મારા અભ્યદયની જગ્યાએ પતનનો પ્રારંભ થશે. રાણીકૈકેયી : મહારાજા ! આપ સત્ય પ્રતિજ્ઞાવાળા છે. સંતોની પ્રતિજ્ઞા પથ્થરમાં કોતરેલા અક્ષરો જેવી ગણાય છે. કુમાર ભરત બાળક છે. તેનામાં વૈરાગ્યની ક૯૫ના કેમ કરી શકાય? અવૈરાગીથી ચારિત્ર કેમ લેવાય? બાળક ચારિત્રની વાતમાં શું સમજે? આવા કેળના ગર્ભ જેવા બાળકથી, પાંચ મહાવ્રત શી રીતે પળે? દેના જેવા ભોજનોથી પિષાએ બાળક, અરસ-નીરસ ભોજન કેમ જમી શકે? પલંગ ઉપર પિઢનાર બાળક જમીન ઉપર કેમ ઊંધી શકે? માટે આપનું બોલેલું વચન પાળવા મારા પ્રત્યેની આપની અસમાન કૃપાના કુલ સ્વરૂપ, કુમાર ભરતને રાજ્યાભિષેક કરાવીને આપ દીક્ષા ગ્રહણ કરો. દશરથ રાજા : હું મારું સંપૂર્ણ રાજ્ય ભરતને આપું છું. ભરત ખુશીથી રાજા બને ! આ પ્રમાણે કહીને દશરથ રાજા, પાસે બેઠેલા રામને કહેવા લાગ્યા, ભાઈ! કૈકેયીના સ્વયંવર પ્રસંગે, મારે હજારો શત્રુઓ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. ત્યારે કૈકેયીયે મારું સારથિપણું, એટલું કુશળતાપૂર્વક બજાવેલું, જેમાં હું આવા હજારે શત્રુઓ સાથેના યુદ્ધમાં, જય મેળવી શકો. ત્યારે મેં હર્ષના અતિરેકથી કૈકેયીને વર આપેલ હતો.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy