SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારની વાસનાઓ : પ્ર. ૧ લું ઉત્તરઃ ઉપરની વાત બહુલતા એ સમજવી. આખું જગત વાસનામાં તરબોળ હોય છે. અનંતાનંત જીવો, ચારે સંજ્ઞાથી રંગાએલા છે જ. તો પણ સદાકાળ, કેઈના કઈ જીવોના ભવસ્થિતિ પરિપાક થતા જાય છે અને સર્વ ત્યાગ પણ આવે છે. કર્મનો ક્ષય થાય છે અને જે મુક્તિમાં પણ જાય છે. અનંતકાળે. અનંતાનંત મોક્ષમાં ગયા છે. તથા ઘણું વાસનાના કીડાઓ, પોતાની સુશીલ પત્નીઓને છોડીને વેશ્યાઓના ઘરમાં જઈને પડ્યા રહેવાના હજારે બના હતા અને હોય છે. પરનારી પરવશ બનેલા કેઈક પામરેએ પિતાની પરણેલી પત્નીઓને પરલોક પહોંચાડી દીધાના પણ દાખલા ન ગણી શકાય તેટલા હોય છે. આવા કેવળ વાસનાથી ભરપૂર જગતમાં કઈ મહાત્યાગી આત્મા, રાજ્ય રમા અને રામ આ ત્રણેને તણખલાની પેઠે ત્યાગ કરીને, આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા અને ભયસંજ્ઞાઓને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરી, આખી જિંદગી માટે મન, વચન, કાયાથી હિંસા, અસત્ય, ચેરી, મિથુન અને પરિગ્રહના પચ્ચખાણ કરી, નિરીહભાવે નિર્વાહ કરનાર મહાપુરુષની અનુમોદના કરવી જોઈએ, પ્રશંસા કરવી જોઈએ, નમસ્કાર કરવા જોઈએ. તેની જગ્યા એ આવી અવળી વકીલાત કેમ? બીજી વાત એ છે કે, આ સમસ્ત સંસાર વાસના થી ભરેલો છે, વાસનાઓનું સ્થાન છે. અનંત કાળ વીતી ગયે, પુરુષપણું અનંતીવાર મળ્યાં અને સ્ત્રીપણું પણ અનંતીવાર મળ્યાં. પુરુષ અને સ્ત્રીવેદથી અનંતીવાર જીવે ભોગો પણ ભગવ્યા. દેવગતિનાં અપ્રમાણરૂપ, રેગરહિત કાયા, સાગરોપમના આયુષમાં, લાખે-કેડો દેવાંગનાઓ ભેગવી. પરંતુ આ જીવ બાપડો-બિચારો પામર–રાંક હજીય એવોને એવો ભૂખ્યો છે. મહાપુરુષે ફરમાવે છે કે ब्रह्मज्ञान विवेकिनोऽमलधियः कुर्वन्त्यहो दुष्करं । यन्मुचन्त्युपभोगभाज्यषिधनान्येकान्ततो निस्पृहाः । नप्राप्तानि पुरा, न संप्रति, न तु प्राप्तौ दृढप्रत्ययाः __ वाञ्छामात्रपरिग्रहाण्यषि परं त्यक्तु न शक्ता वयं ॥ १ ॥ અર્થ : અહીં બે પ્રકારના જીવ બતાવાયા છે. કોઈક તે (કેડમાં એકાદ) આત્મસ્વરૂપને પામેલા, મહા વિવેકના ભંડાર જેવા, અત્યંત નિર્મળ બદ્ધિવાળા મહાપર ભેગનાં હજારો સાધને સાક્ષાત હાજર હોય, મનપસંદ હાય, સ્વાધીન હોય, ભોગવવાની શકિત પણ ખૂબ હોય, તોપણ પિતાની કેવળ નિસ્પૃહ ભાવના–ત્યાગબુદ્ધિ વડે ભોગને ત્યાગ કરીને, (પામરોથી ન બની શકે તેવું) અતિ દુષ્કર ત્યાગમય આચરણ આચરીને, જગતને આશ્ચર્યમુગ્ધ બનાવે છે. જ્યારે બીજા આપણું જેવા (પારો) પહેલા પામ્યા નથી, હમણાં વિદ્યમાન નથી તથા પામી શકવાને અ૫ પણ વિશ્વાસ નથી. તે પણ કેવળ મળશે, એવી આશા (રાજ્ય રમા ને રામા) રાજ્ય-લક્ષમી ને રૂપવતી સ્ત્રીની ઈચ્છાને ત્યાગ પણ કરી શકતા નથી. આ કને નિચોડ એ છે કે, જેમને સંસાર અને મોક્ષની યથાર્થતા સમજાઈ નથી, કેવળ સંસારને જ સારે માન્ય છે, તેવા આત્માઓ ત્યાગી પુરુષોના ત્યાગના સુખને
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy