SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પૂછ્યા. મહારાજાના મેળાપ થયાની, વિશ્વાસપાત્ર ખીના જાણવા પૂછ્યું. શકુંતલાનાં વચનાની કામળતા જોઈ ને પ્રધાનને ઘણું સત્ય સમજાઈ ગયું. વળી શકુંતલાએ રાજા દુષ્યંતની આપેલી વીંટી-નિશાની બતાવી. બધી તપાસના અંતે પ્રધાનમંડળને સત્ય સમજાઈ ગયું. સાથેાસાથ કુમાર ભરતની આકૃતિ મહારાજા દુષ્યંતના આકાર સાથે એકદમ મળી જતી જોઈને પણુ, માતા-પુત્રની સત્યતા ઉપર કળશ ચડતા જણાયા. ઋષિએનાં વચના તથા શકુંતલાની રૂપ–લાવણ્યલજ્જા-કામળતાદિ ગુણ-સામગ્રીથી સમગ્ર સભા ઉપર સત્યતાની મહેાર-છાપ લાગી જવાથી, રાજા દુષ્યંતને પણ ઘણા આનદપૂર્ણાંક, પત્ની તથા કુમારને સ્વીકારી લેવાની લાગણી પ્રકટ થઈ. પછી તા મેાટા સમારેાહપૂર્વક શકુંતલાના રાણીવાસમાં પ્રવેશ કરાવ્યા, અને ઉત્તરોત્તર શકુંતલાદેવીના, બાહ્ય અભ્યંતર ગુણાથી આકર્ષાએલા રાજાએ, પટ્ટરાણી પદ્મ આપ્યું અને ભરતકુમારને સારા અધ્યાપકા રાખીને શાસ્ત્રા અને શસ્ત્રાનો અભ્યાસ કરાવી, યુવરાજની પદવી આપી. ક્રમે ભરતકુમાર પિતાનું આપેલુ રાજ્ય પામીને એક મોટા સમ્રાટ થયો. મહા પ્રતાપશાળી રાજાધિરાજ થયા. વાચક વગે` સમજવું જોઈએ કે, આવા એક બે નહિ પણ શાસ્ત્રો અને ઇતિહાસામાં જૈન અને જૈનેતર વિદ્વાનાએ વર્ણન કરાએલા, અનેક પત્નીવાળા રાજાઓના, ન ગણી શકાય તેટલા દાખલા દેખાય છે. કૃષ્ણ મહારાજા અને દેવી સત્યભામાના સ ંવાદો, જૈન-જૈનેતર ગ્રન્થામાં પ્રકટ થયેલા છે. તેવા એક બનાવ ટાંકતા કાઈ અજૈન વિદ્વાને સત્યભામાનુ રુણું લખ્યું છે તેમાં કહે છે કે : કાના કહેવું પડશે તમને, રીશ ઘણેરી ચડશે રાજ, કાના કહેવુ પડશે કાઈ, પરણીને કોઈ કુવારી, કોઈ ને ચારી લાગ્યા, આવાં હીણાં કામ કરી, ભૂધરજી ! મનમાં ભાવ્યા રાજ, કાના કહેવું પડશે ? તમને રીશ... તથા તેમનાથ સ્વામીને એળભા આપતાં રાજુલનાં વાયા : કૃષ્ણ તમારા વીરા રે, કેઈ મેલી પરણી, વગર વરંલી વામા રે, નવી શકીયે વરણી, આગળ સુખડાં આપી રે, પાછળ રહી પડતી, ઠેકાણું નહીં તેનું રે ગાકુળીએ રડતી. ( એક જૈન કવિ ) આવા વનોથી અનેક પત્નીત્વ સિદ્ધ થાય છે. એટલે આ સંસારમાં કંચન અને કામિની, આયુષ્ય અને આહાર, આ ચાર વસ્તુથી કાઈ તૃપ્ત થયું નથી, થતું નથી, થવાનું નથી. પ્રશ્ન : તા પછી આત્મામાં સર્વ ત્યાગ આવે જ નહી ને ? અને સ ત્યાગ વિના મુક્તિ પમાય જ નહી, એ કેમ બને ?
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy