SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો કપડામાં પણ એક જાતની દુર્ગંધ આવતી હોય છે. તેઓ જે સ્થળે કામ કરે છે, ત્યાં તેમને સ્નાન કરવાની કોઈ સુવિધા આપવામાં આવતી ન હોવાથી તેમણે આ ગંધાતા શરીરે જ ટ્રેન કે બસમાં બેસીને પોતાના ઘરે જવું પડે છે. જે.જે. હોસ્પિટલનાટી.બી.અને શ્વસનતંત્રના રોગોના વિભાગના વડા ડૉ.કે. સી. મોહંતી કહે છે કે, “સફાઈ કામદારો આખો દિવસ ગંદકીમાં જ કામ કરતા હોવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ હણાઈ જતી હોય છે. આ કારણે તેઓ ગંભીર પ્રકારની ચામડીની અને શ્વસનતંત્રની બીમારીનો ભોગ બને છે અને મોટા ભાગના સફાઈ કામદારો ૩પ થી ૪પની ઉંમર વચ્ચે જ અકાળે મરણ પામે છે. આ કામદારો પોતાની શારીરિક અને માનસિક પીડાને ભૂલવાચિક્કાર દારૂ પીતા હોવાથી તેઓલિવરની બીમારીનો પણ ભોગ બને છે અને અકાળે અવસાન પામે છે. નવાઈની વાત એ છે કે બી.એમ.સી. તરફથી દર ત્રણ મહિને આ સફાઈ કામદારો માટે ૨૨,૦૦૦ ગ્લોબ્બ ખરીદવામાં આવે છે, પણ આ ગ્લોબ્બ ક્યારેય કામદારો સુધી પહોંચતા નથી. મ્યુનિસિપાલિટીના અધિકારીઓ આ ગ્લષ્ણના રૂપિયા હજમ કરી જાય છે. બી.એમ.સી.ની ચોકીઓમાં આ કામદારો માટે કપડાં બદલવાની પણ સવલત નથી. મુંબઈ શહેરની ગટરો સાફ કરનારા કર્મચારીઓની જેવી દયનીય પરિસ્થિતિ છે, તેવી પરિસ્થિતિ દેશનાં એવાં તમામ શહેરોમાં છે, જ્યાં ફ્લશ ટાઈપના જાજરૂ અને આધુનિક ગટર વ્યવસ્થા અસ્તિત્વ ધરાવે છે. મહારાષ્ટ્રનાં પુણે શહેરમાં ગટરો સાફ કરતા ૨૨૭ સફાઈ કામદારો ૩૦ મહિનામાં જ અકાળ અવસાન પામ્યા હતાં. તેમની સરાસરી ઉંમર ૪૫ વર્ષની જ હતી. આ કર્મચારીઓનાં મરણનું કારણ ટી.બી., કેન્સર, હૃદયરોગ અને કમળા જેવી ગંભીર બીમારીઓ હતી. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ ખાતામાં કુલ ૬,૮૨૮ કર્મચારીઓ કામ કરે છે. તેઓ બધા આરોગ્યની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ રીતે ફરજ દરમિયાન મૃત્યુ પામતા કામદારના સગાને ૧૫,૦૦૦/- રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે. જે કર્મચારીઓ આપણા શહેરની ગંદકી સાફ || ૭૬ IT
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy