________________
મેં વાંચ્યું તમે પણOવાંચો આવે છે. કેન્દ્રના સામાજિક ન્યાય મંત્રાલયે આ પ્રકારના સૂકા જાજરૂની નાબૂદી માટે ઝુંબેશ શરૂ કરી છે અને જેઓહરિજન પાસે મેલું ઉપડાવે તેમને જેલની સજા કરવાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે. સરકારના આ પ્રયાસો ઉપરથી કોઈને પણ એવું માનવાનું મન થાય કે સૂકા જાજરૂને બદલે જે ફ્લશ સિસ્ટમનાં ટોઈલેટની સ્થાપના કરવામાં આવે છે, તેમાં હરિજનોના આરોગ્યને કોઈ ખતરોનથી,પણ હકિકત તેનાથી તદ્દન વિપરીત છે. જૂના જમાનામાં હરિજન માથે મેલું ઉપાડીને જતો હતો, તેને કારણે કદાચ બહુ તો તેના આરોગ્ય ઉપર અસર થતી હશે, પણ આધુનિક પદ્ધતિની ગટરો સાફ કરવા માટે દર વર્ષે દેશમાં હજારો હરિજનોએ પોતાના જીવ પણ ગુમાવવા પડે છે.
મુંબઈ શહેરની ગટરો સાફ કરવાનું કાર્ય બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (બી.એમ.સી)ને જે કર્મચારીઓ કરી રહ્યા છે, તેઓ કોઈ જાતની અસ્પૃશ્યતાનો ભોગ નથી બનતા, તો પણ તેમણે પોતાનો જીવ ગુમાવવાની તૈયાર રાખવી પડે છે. બી.એમ.સી. તરફથી બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ ઈ.સ. ૨૦૦૪-૦૫ની સાલમાં કુલ ૨૮૮ મ્યુનિસિપલ કર્મચારીઓ ગટર સાફ કરવાને કારણે માંદા પડીને મરણને શરણ થયાહતા. તેમાં પણ અમુક કર્મચારીઓ ગટરમાં ઉતરીને સફાઈનું કાર્ય કરી રહ્યા હતા, ત્યારે જ ઝેરી ગેસ બહાર નીકળવાને કારણે ગૂંગળાઈને મરણ પામ્યા હતા. મુંબઈના સફાઈ કામદારોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ જ્યારે માહિતી મેળવવાના અધિકારના કાયદા હેઠળ અરજી કરી, ત્યારે તેમને સત્તાવાર રીતે આ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી માહિતી મુજબ ઈ.સ. ૧૯૯૬ થી ૨૦૦૬નાં દશ વર્ષમાં મહાનગર મુંબઈના ૨૪ પૈકી ૧૪ વોર્ડમાં જ ફરજ બજાવતા કુલ ર,૦૩૯ કર્મચારીઓ અકાળ અવસાનને વર્યા હતા. આ આંકડાઓમાં જે કામદારોને નાળાની અને હોસ્પિટલની સફાઈ માટે કોન્ટેક્ટના ધોરણે રાખવામાં આવે છે, તેમનો સમાવેશ થતો નથી. અતિરિક્ત
||
9
||