________________
મેં વાંચ્યું તમે પણ વાંચો શાણપણે શેરી સંચરતા, ચતુરા ચાલમ ચૂકો ll૧૯ાા સસરો, સાસુ, જેઠ, જેઠાણી તથા નણંદનો વિનયચૂકવો નહિ. શેરીએ નીકળતા ચતુર નારીએ ચેનચાળા કરવા નહિ તથા ઘર બહાર નીકળીએ ત્યારે નીચી નજરે, બોલ્યા ચાલ્યા વિના અને ચેનચાળા કર્યા
વિના ચાલવું. ૨૦. નીચ સાહેલિ સંગ ન કીજે, પરમંદિર નવિ ભમીએજી.
રાત્રિ પડે ઘર બાર ન જઈએ, સહુને જમાડી જમીએ જી /૨૦ll ૦ નીચ (હલકી કોમની) બહેનપણીનો સંગ કરવો નહિ. ૦ બીજાના ઘરે વારંવાર જવુ નહિ. ૦ રાત્રિ સમયે ઘરની બહાર નીકળવું નહિ.
સૌને જમાડીને પછી પોતે જમવા બેસવું. ૨૧. ધોબણ માલણ ને કુંભારણ, જોગણ સંગ ન કરીએ જી,
સહેજે કોઈક આળ ચડાવે, એવડું શાને કરીએ જી રિલા ૦ ધોબણ, માલણ, કુંભારણ, જોગણ જેવી શુદ્રવર્ણની કે દુર્ગુણી સ્ત્રીનો સંગ નકરવો. આ બધાનો સંગ કરવાથી લોકોને સહેજે આળ ચડાવવાનો અવસર મળી
રહે છે. એવું શા માટે કરવું? ૨૨. નિજ ભરતાર ગયો દેશાવર, તવ શણગાર ન ધરીએ જી,
જમવા નાતિ વચ્ચે નવિ જઈએ, દુર્જન દેખી ડરીએ જીરા ૨૩. પર શેરી ગરબો ગાવાને, મેળે ખેલે ન જઈએ જી
નાવણ ધોવણ નદી કિનારે, જાતા નિર્લજ્જ થઈએ જી ર૩|| છે જ્યારે પોતાનો પતિ પરદેશ ગયો હોય ત્યારે શણગાર કરવો નહિ.
જ્ઞાતિ વગેરેના જાહેર સમારંભમાં ભોજન કરવા જવું નહિ.
|| ૬૪ ||