________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કૂવા (ભયસ્થાન) ના કાંઠે (જાહેર સ્થાને) મશ્કરી કરવી નહિ. નશો કરવો નહિ અને નશો કરીને ભમવું (રખડવું) નહિ. ઘર વેચીને નાત જમણ વગેરે ન કરવું.
કોઈ પણ પ્રકારનો જુગાર રમવો નહિ. ૧૨. ભણતા ગણતા આળસ તજીએ, લખતા વાત ન કરીએજી.
પરહસ્તે પરદેશ દુકાને, આપણું નામ ન ધરીએ જોવા ભણતા ગણતા આળસ ન કરવી. લખતા વાત ન કરવી. પરદેશમાં આવેલી દુકાને બીજો માણસ જાય ત્યાં પોતાના નામથી ઉધારે
વહીવટ કરાવવો નહિ. ૧૩. નામું માંડો આળસ ઠંડી, દેવાદાર ન થઈએ જી.
કષ્ટ ભયાનક થાનક વરજી, દેશાવર જઈ રહીએ જી ll૧૩ કોઈ પણ ધંધામાં નામું અવશ્ય રાખવું, નહિતો દેવાદાર થવાનો વખત આવે. બીજા દેશમાં જઈએ ત્યારે કષ્ટ ઉપજે તથા ભય ઉપજે તેવા સ્થાનોએ જવું
નહિ. ૧૪. ધનવંતોને વેશ મલીનતા,પગશું પગ ઘસી ધોવેજી,
નાપિત ઘર જઈ શિર મુંડાવે, પાણીમાં મુખ જોવે જી ll૧૪| ૧૫. નાવણ દાંતણ સુંદર ન કરે, બેઠો તરણા તોડે જી.
ભૂંએ ચિત્રામણ નાગો સૂએ,તેને લક્ષ્મી છોડે ઝll૧પો ધનવાનો છતાં મલીન વસ્ત્રો પહેરવાથી, પગથી પગ ઘસીને ધોવાથી,
||
૨ ||