________________
મેં વાંચ્યું તમે પણ વાંચો માતા – પિતા બાળકો પર અત્યંત જુલમ ગુજારતા હોય છે. વળી, ઉચ્ચ ભણતર માટે વિદેશ મોકલવાનો પણ મોહ છે. જ્યાં બાળકોનું શારિરીક, માનસિક શોષણ થાય છે. પૈસા કમાવાની હોડમાં આપણે આપણું યુવાધન વેડફી રહ્યા છીએ. આપણી દીકરી ઉચ્ચ અભ્યાસ કરીને સર્વોચ્ચ સ્થાને પહોંચે, તેને માટે તેને જીવનના કયા મૂલ્યોનો ભોગ આપવો પડ્યો, તેનું ધ્યાન આપણે વાલીઓએ જ રાખવું જોઇએ.
મારી દ્રષ્ટિએ આજની દિકરીઓ મહિલાઓ કરતાં પહેલાના જમાનાની સ્ત્રીઓનો માન મરતબો સમાજમાં વધુ હતો. આજે આટલું ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ સ્ત્રીઓનું સામાજિક સ્થાન તો નીચું ગયું છે. પહેલા તો કોઇ એકની દીકરી કે ભાણી આખાય મહોલ્લાની, ગામની પણ દીકરી – ભાણી ગણાતી. તેની લાજ – મર્યાદાની જવાબદારી આખાય ગામની હતી, તેથી તેની સામે કોઇ આંખ ઊંચી કરીને જોઇ શકતો નહીં. જ્યારે આજે તો પડોશની દીકરીની લાજ – મર્યાદાનું પણ ભાન રહેતું નથી. આમ, જેમ ગામડાઓનું શહેરીકરણ થયું, તેમ – તેમ માણસોના મન, મગજનું પણ શહેરીકરણ થયું અને ગામડા તૂટવાની સાથે – સાથે લોકોના દિલ – દિમાગ પણ તૂટતા ગયા.
આજે સમય પાકી ગયો છે, જ્યારે બાળકો ખાસ કરીને તરુણીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનો મોહ મારી ન શકીએ, તો સાથે સાથે તેમને સદાચારનિષ્ઠ બનાવવા ઉપરાંત સ્વરક્ષણ માટેનું શિક્ષણ ફરજીયાત આપવું. ખરેખર તો બધી શાળાઓમાં આવા સ્વરક્ષણ માટેનો અભ્યાસ રાખવો જરૂરી છે.સ્વૈચ્છિક સંસ્થાઓએ આ જવાબદારી ઉપાડી લેવી જોઇએ. ફક્ત વિરોધ પ્રદર્શિત કરવાથી કંઇ ઉપજતું નથી. સાપુતારાની ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠ તેમજ એમાંથી બોધપાઠ મેળવી શકાય. – પ્રેમ સુબોધ
નિમિષ કાપડિયા, એડવોકેટ્સ હાઇકોર્ટ ૫, બાણ ગાયત્રી સોસા-૨, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, ૧૩૨ ફૂટ રીંગરોડ રોડ, અમદાવાદ -૫૧
ફોન :૬૭૬૨૭૬૨, ૬૭૫૧૫૪૫
|| ૨૪ ||