SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મેંવાંચ્યું તમે પણ વાંચો પ્રાચીન ૬૪ કળાઓ આજે આધુનિક સ્વરૂપે પણ એટલી જ લોકપ્રિય છે. તેના યોગ્ય ગુરુઓ મેળવીને સ્ત્રીઓ માટે ખાસ વર્ગમાં કે ઘરે પણ તેની તાલીમ આપી શકાય છે. આ ૬૪ કળાઓમાં સંગીત, નૃત્ય, ચિત્રકામ, કેશગુંફન, કાવ્ય, ગણિત, વાજિંત્ર, વસ્ત્રાભૂષણ, શૃંગાર, ધર્મ, સાહિત્ય વગેરે અનેક વિલક્ષણ વિદ્યાઓનો સમાવેશ થાય છે. આ બધી જ વિદ્યાઓનો ઉપયોગ સ્ત્રીએ નોકરી કે ધંધા માટે કરવાની જરૂર નથી. એ જવાબદારી પુરુષોના માથે જ નાંખવી જોઇએ. સ્ત્રીએ આ ૬૪ કળાઓનો ઉપયોગ પોતાના વ્યક્તિત્વને સમૃદ્ધ બનાવવામાં, બાળકોનું સંરક્ષણ કરવામાં, પરિવારને સુખી બનાવવામાં, સમાજની સેવા કરવામાં અને પરોપકારના કાર્યોમાં જ કરવો જોઇએ.આ કારણે જ આપણા સમાજમાં સ્ત્રીની પૂજા કરવામાં આવતી હતી. સ્ત્રીને જો યોગ્ય કેળવણી અપાય તો જ તે વિશ્વવંદ્ય બની શકે તે નક્કી છે. - પ્રેમ સુબોધ જે મનુષ્ય પોતાની બધી કામનાઓને પ્રાપ્ત કરે છે અને જે એમનો સર્વથા ત્યાગ કરી દે છે એ બંનેમાં કામનાઓને પ્રાપ્ત કરનાર કરતાં ત્યાગનાર જ શ્રેષ્ઠ છે. | 9 ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy