SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો માટે તે પરસ્ત્રી છે. પરદારાની વ્યાખ્યામાં અ.રા.કો.ભાગ.પ.પૂ.૫૧૬માં અપરિગૃહિતાદેવી અને તિર્યંચ સ્ત્રીને પણ ગ્રહણ કરી છે. અર્થાત્ તે પણ પદારા છે.અપરિગૃહિતાની વ્યાખ્યામાં વિધવાયામ્' શબ્દ લઈને વિધવાને પણ પરદા રાકહી છે. તો એની સાથે ઘર કેમ મંડાય?એ સુજ્ઞજનોએવિચારવું. આ પ્રમાણે આગમોક્ત વચનાં દ્વારા વિધવા વિવાહનો સ્પષ્ટ રૂપે નિષેધ છે. નરકગતિના ચાર દ્વારોમાં પદારા સેવનને પણ દ્વાર કહ્યું છે, ત્યારે તો સઝાય કારે લખ્યું છે કે પરદાદા સેવી પ્રાણીનરકમાં જાય દુર્લભ બોધિ હોય પ્રાયઃ રે અર્થાત્ પરબારા સેવનથી નરકગતિ અને દુર્લભબોધીની પ્રાપ્તિ થાય આભા' આત્માને દુર્ગતિમાં જતો રોકવા માટે તો પૂર્વે કેટલી એ સ્ત્રીઓએ પોતાનું શીલ (ઈજ્જત)બચાવવા પોતાના પ્રાણો આપી દીધા છે. ચન્દનબાલાની માતા ધારિણીશીલખંડનની વાત સાંભળીને દાંત વચ્ચે જીભ કચડીને પોતાના પ્રાણ આપી દીધા હતા. કેટલીએ ક્ષત્રિયાણી સ્ત્રીઓએ પર પુરુષના હાથમાં આવી જવાની સંભાવના જોઈને કટારી છૂરી વિગેરેથી પ્રાણોને ત્યાગી દીધા અને અગ્નિમાં પ્રવેશ કરી મરણને શરણ થઈ ગઈ. પણ શીલને (ઈજ્જત)ને “ચ”ન આવવા દીધી. અર્થાત્ શીલ ખંડન ન થવા દીધું તેનો ઈતિહાસ સાક્ષી છે. જયારે રાવણે સતી સાવિત્રી દેવી સીતાને કહ્યું કે, રામ લક્ષ્મણને મારીને અને મારી પ્રતિજ્ઞાને એક બાજુ મૂકીને તારા પર બળાત્કાર કરીશ ત્યારે સતી સાવિત્રી દેવી સીતાએ કહ્યું હતું કે, મારા સજીવ દેહ પરતો ક્યારે નહીં પણ મારા શબ ઉપર બળાત્કાર કરી શકીશ એટલે કે હું મારા પ્રાણોની આહૂતિ આપી દઈશ ત્યારે રાજા રાવણને સાચું લાગ્યું કે, મેં સીતાનું અપહરણ || ૨૩૨ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy