________________
ગૃહિણી બનવું જોઈએ નહિ કે “સોસાયટી ગર્લ !”’
મેં વાંચ્યું તમે પણ વાંચો
ભષ્ટાચારી ઓફિસરોની વાસનાની તૃપ્તિનું સાધન બનીને તમારા પવિત્ર દેહને શા માટે અભડાવો છો ? તમારે તો એક એવી આદર્શ મા બનવું જોઈએ કે જેનાથી સંતો અને શૂરવીરો પાકે.
an
મહિલા વર્ષમાં તારી -જાગૃતિના નામે નારીની અવહેલના ન થાય તે માટે જાગતા રહો
લે. શ્રી ચીમનલાલ સંઘવી
હિંદમાં આજે સર્વત્ર સમાજ સુધારો, નારી જાગૃતિ અને સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો ચર્ચાઈ રહી છે. ‘હિંદુ સમાજે સ્ત્રી પ્રત્યે બહુધા સભ્યતા જ દાખવી છે. હિંદી સમાજ બંધારણ ધડનાર પુરુષો હોઈ તેમણે સ્ત્રીઓને અન્યાય કર્યો છે. હિંદુનો નારી વર્ગ કચરાઈ ગયો છે.’’ એવો અભિપ્રાય આપવાની હિંદના કેળવાયેલા વર્ગમાં આજે ફેશન થઈ પડી છે. આ વિચાર પ્રવાહ જૈન સંઘમાં પણ કયાંક - કયાંક પ્રવેશી રહ્યો છે. એટલે સમાજ બંધારણનો પ્રશ્ન આજે ખૂબ જ વિચારણીય થઈ પડયો છે.
આજના સુધારકો સ્ત્રી – જાગૃતિની વાત – વાતમાં મુખ્યત્વે યુરોપનું ઉદાહરણ જે આગળ લાવે છે.‘યુરોપમાં સ્ત્રીઓ કેટલું સુંદર સ્વાતંત્ર્ય ભોગવે છે. ત્યાંનો નારીવર્ગ જાગૃત છે, ત્યાંના લેખકો, વિદ્વાનો ને કાયદા ઘડનારાઓ સ્ત્રી હક્કને આગળ ધરે છે. ત્યાંની નારીઓ કેળવણીમાં ખૂબ જ આગળ વધેલી છે,’” વગેરે વાકયો તેમણે ગોખી જ રાખ્યા છે. પણ આ વાકયો સત્યથી વેગળા છે. તેનો પ્રચાર કરીને સુધારકો હિંદી સમાજ જીવનમાં ને નારી વર્ગમાં જે પરિવર્તન કરાવવા માંગે છે, તે જ સુધારાની છાયા નીચે તો યુરોપીય નારીવર્ગે ભયંકર અવદશા ભોગવી છે. એ સુધારાએ યુરોપ – અમેરિકાના નારી વર્ગને એવો ભ્રષ્ટ બનાવેલ છે કે હવે તો નારી જાતિને જ મોહજાળમાં ફસાવવા
|| ૨૬૬ ||