________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આધુનિક શિક્ષણ આપતી સંસ્થાઓમાં અગાઉ છોકરીઓને ભણવા માટે મોકલવામાં નહોતી આવતી,તેનાં બે કારણો હતાં. એક કારણવિજાતીય પરિચયનાં ભયસ્થાનોનું હતું તો બીજું કારણ માત્ર પુરુષો માટે જ રચવામાં આવેલો અભ્યાસક્રમ સ્ત્રીઓ માટે કેટલો ઉપયોગી, એવો વ્યાજબી પ્રશ્ન પણ હતો. શરૂઆતમાં આપણી સ્કુલો અને કોલેજોમાં જે શિક્ષણ આપવામાં આવતું હતું તે કારકુનો પેદા કરવા માટેનું જ શિક્ષણ હતું. મોટા ભાગની કોલેજો પણ આ માટે જ ખોલવામાં આવતી હતી. સમાજને લાગતું હતું કે આ પ્રકારનું શિક્ષણ સ્ત્રીઓને આપવાથી તેમને કોઈ લાભ નહીંથાય.આ કારણે જ આપણો સમાજ સ્ત્રીઓને આધુનિક શિક્ષણ આપવા બહુ ઉત્સુક નહોતો. સ્ત્રીઓ માટે જ શિક્ષણ આપતી જે સંસ્થાઓ ખોલવામાં આવી તેને કારણે પહેલી સમસ્યા તો હલ થઈ ગઈ પણ બીજી સમસ્યા વિશે આજ સુધી ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો નથી.
આ સમસ્યા છે, શું કન્યાને આર્ટ્સ, સાયન્સ કે કોમર્સની ગ્રેજ્યુએટ બનાવીને તેનું ખરેખર કલ્યાણ થઈ શકે ખરૂં? આપણે મિતાલીનો જ દાખલો જોઈએ. તેનો જન્મ એક રૂઢિચુસ્ત જૈન પરિવારમાં થયો છે. આ પરિવારમાં દિકરીઓને ક્યારેય નોકરી કરવા માટે મોકલવામાં નથી આવતી.મિતાલીનાં લગ્ન તેની જ્ઞાતિમાં જ કરવામાં આવશે તે પણ નક્કી છે. તેની જ્ઞાતિમાં પરણીને સાસરે આવેલી વહુને પણ નોકરી કરવા જવા નથી દેવાતી. તેમ છતાં જ્ઞાતિમાં એવો રિવાજ છે કે વહુ ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ તો હોવી જ જોઈએ. આ કારણે મિતાલીને કોલેજના અભ્યાસમાં બિલકુલ રસ નહોતો તો પણ તેણે બી. કોમ. થવું પડ્યું. ત્યાર પછી તેનાં લગ્ન લંબાઇ ગયાં એટલે તે એમ.કોમ.થઈ. હવે તે યોગ્ય વરની રાહ જોઈ રહી છે. લગ્ન પછી તેને આ શિક્ષણ જરાય કામ નહીં આવે તે નક્કી છે.
મિતાલીનો જન્મ તો એક રૂઢિચુસ્ત કુટુંબમાં થયો છે, એટલે તેની વાત અલગ છે. કર્ણાટકના ગૌડ સારસ્વત બ્રાહ્મણોની સામાજિક પરિસ્થિતિ આજે એવી છે કે કન્યા જો ભણેલી ન હોય અને નોકરી કરતી હોય તો જ તેનાં લગ્ન
|| ૧૪ ||