SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો જ્યારે તે મરણ પામ્યો ત્યારે રૂા. ૧,૩૫,૦૦,૦૦૦ તેના કબજામાંથી નીકળેલા. આ બધા પૈસા કેટલીક પાદરી સંસ્થાઓના ઉપયોગમાં આવ્યાં. આટલી અઢળક સંપત્તિનો જિંદગીભર તે ઉપયોગ જ ન કરી શક્યો એ પણ કુદરતી એક અજબ લીલા જ કહેવાય ને? યાચક ખાલી પાછો ફર્યો પોતાની મિલકતનો લેશ પણ ઉપયોગ ન કરવો અને નજીવી બાબતમાં પણ બીજાની વસ્તુઓનો ઉપયોગ કરવો એ કંજૂસોના જીવનની એક વિશિષ્ટતા બની જાય છે. આ અંગે અર્લ ઓફ કલેનરી કાર્ડ નામના એક મશહૂર બ્રિટિશ કંજૂસના જીવનની કેટલીક વિગતો રસપ્રદ છે. બપોરે રેસ્ટોરાંમાં જમવાનું બહુ ખર્ચાળ છે એવી તે ફરિયાદ કરતો અને આ મુશ્કેલીનો ઉપાય તેણે એવો શોધી કાઢયો હતો કે ઘરથી કાગળની થેલીમાં થોડી સેન્ડવીચ પોતાની સાથે લઈ જતો.એ તો ઠીક પણ તેની બીજી એક વિચિત્રતા ખાસ નોંધવા જેવી છે. એક વખત રેસ્ટોરાંમાં કોઈએ તેને આમંત્રણ આપેલું ત્યારે તે ત્યાંથી તે વધારાની એક“આમલેટ”રૂમાલમાં વીટાળીને ઘરે ઉપાડી ગયો હતો. જો કોઈ તેને ચા પીવાનું આમંત્રણ આપે અને સાથે સાથે સેન્ડવીચ પણ મૂકે તો તે અચૂક બે સેન્ડવીચ ઉપાડતો, તેમાંથી એક ત્યાંને ત્યાં ખાઈ જતો અને બીજી એકપાછળથી ઘરે જઈને ખાવા માટે, હળવેથી રૂમાલમાં સરકાવી દેતો.આયરલેન્ડમાં તેને થોડી થોડી જાગીર હતી. પણ એ જાગીર ઉપર પગ મૂકવાની તે હિંમત કરતો નહી, કેમકે ત્યાં જાય તો તેની કંજૂસાઈથી ત્રાસેલા ભાડુતો તેના ટુકડે-ટુકડા કરી નાખે.બ્રિટનમાં સૌથી કંજૂસમાં કંજૂસ માનવી તરીકે તે નામચીન બન્યો હતો. મદદ માટે તેની પાસે જઈ ચડેલો દરેક યાચક ખાલી હાથે જ પાછો ફરતો. તે કહેતો કે બીજાને મદદ કરવાથી તેમને મહેનત નહિ કરવાની આદત પડી જાય છે. આ રીતે પોતાની કંજૂસાઈનો બચાવ કરતો. તેની કંજૂસાઈઆટલેથી ન અટકતી નહતી. તે પોતે લક્ષાધિપતિ હોવા | ૨૪૭ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy