________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આ જીવતા – બાળકોના ગળા પર છરી ચલાવીને ધડ પરથી માથું અલગ કરે છે. એ માથામાંથી માંસ આદિ ખેંચી – ખેંચીને બહાર કાઢે છે. પછી એ બાળ ખોપરીને ગરમ પાણીમાં ઉકાળીને સૂકવી નાખે છે. હાડપિંજરોને ઉકાળીને સાફ કરવાનું વ્યવસ્થિત કાર્ય પટના મેડિકલ કોલેજમાં થાય છે. કોલેજમાં સેંકડે ૨૫ ટકા જીવતા બાળકોની ખોપરીઓ સૂકાવાતી હોવાની ચોંકાવનારી વિગત મળતા આની નજીકમાં ચાલતી બાળકોની એક સ્કૂલ બંધ થઈ ગઈ છે.
આવો બિનકાયદેસર વેપાર કરનારા લગભગ દરમહિનેશિશુશિરોની ૨૦૦ પેટીઓ પટના જંકશનથી કલકત્તા તરફ રવાના કરતા હોય છે. એક પેટીમાં ૮ થી ૧૦ શિશુશિરો સમાવાતા હોય છે. આ બુકિગ વૈશાખ – જેઠ મહિનામાં “કેરીઓની પેટી’” ના નામે થતું હોય છે કહે છે કે, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા આદિ દેશોમાં બાળખોપરીની માંગ ઘણી છે, અને દિવસે – દિવસે આ માંગ વધતી જ જાય છે. ચિકિત્સા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં હાડપિંજરો ને બાળખોપરીઓની જંગી આવશ્યકતા પડતી હોવાથી એ દેશોમાં માંગ્યા ભાવ ચૂકવીને આ બધું ખરીદે છે. એ લોકો સમજે છે કે, બાળ - ખોપરીઓ ભારતમાં જલદી સુલભ બને એમ છે. આથી લક્ષ્મીની લાલચ આપીને એ દેશોએ આવા માસૂમ - બાળકોની હત્યાની જાળ ભારતમાં બિહારમાં પાથરી છે. હાલ હરમહિને લગભગ ૧૫૦૦ શિશુશિરો બિહારમાંથી આ રીતે કલકત્તા પહોંચાડાય છે.
આમ, એક તરફ બિહારમાં શિશુઓ કપાય છે, તો ઓરિસ્સામાં શિશુઓ વેચાય છે. ઓરિસ્સામાં ‘‘કાલાહાંડી” જિલ્લામાં ગરીબી એટલા બધા મોટા પ્રમાણમાં ફેલાયેલી છે કે, લગભગ તો ઘણી ખરી માતાઓ મૃત – બાળકોને જ જન્મ આપે છે, જો કોઈને જીવતો બાળક જન્મે છે, તો તેનું ભરણ પોષણ કરવા અસમર્થ એ માતા પોતાના બાળકને ઈસાઈ આદિના મિશનોમાં મૂકવા જતા વચમાં થોડી સાડીઓ કે થોડા રૂપિયાનું પ્રલોભન મળતા વેચી મારે છે. એક ભૂતપૂર્વ પ્રધાનના શબ્દોમાં એ વિભાગમાં, ચણા અને મમરા કરતાં પણ સસ્તા ભાવમાં બાળકો વેચાય છે.
|| ૨૬૦ ||