________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
હતી. આ જનતાની તાકાત હતી. આજે દેશમાં કહેવાતી ગાંધીવાદી સરકારનું રાજ છે અને વડાપ્રધાન પદે એવી વ્યકિત બિરાજે છે. જે વાછરડાને શીતળાની રસી મુકાતી જોઈને પણ વ્યથા અનુભવે છે, અને ત્યારે ગીરના જંગલમાં કેવળ મનોરંજનના હેતુસર કરાવવામાં આવતાં સિંહના દર્શન માટે, કે સિંહની વસતી ગણતરી માટે સેંકડો નિર્દોષ અબોલ પશુઓનાં મારણ તરીકે ભોગ અપાય છે. સિંહ કોઈ પ્રાણીનો સીધો શિકાર ખેલે તેમાં અને મારણના શિકારમાં ઘણો ફરક છે. મારણને તો બિચારાને કલાકો પર્યંત માનસિક ત્રાસ વેઠવો પડે છે. સિંહ પોતાનો શિકાર ખેલવા આવે ત્યાં સુધી બીકમાં થરથરવું પડે, અને સાવજની ગર્જના સાંભળતા – સાંભળતા ઝાડ સાથે બંધાયેલા મારણને મોતની પ્રતિક્ષા કરતાં રહેવું પડે. એ તો અધમમાં અધમ પ્રકારની નિર્દયતા છે (ગુજરાત સમાચાર ના સૌજન્યથી)
કલ્યાણ – પેજ૩૨૩
રિચારિઠા
બે એક વર્ષ પરની વાત છે. મારી બહેનને ટાઈફોઈડ થયો હતો અને સારવાર માટે તેને એક ઈસ્પિતાલમાં રાખવામાં આવી હતી. તેની સ્થિતિ ઘણી ગંભીર હતી. એક દિવસ હું તેના ખાટલા નજીક બેઠી હતી ત્યારે બહેનની સારવાર માટે રહેલી એક ગોવાનિઝ પરિચારિકાએ આવીને તેને દવા પાઈ. દવા પીતાંની સાથે જ બહેનને એકદમ ઊલટી થઈ ગઈ અને પરિચારિકાનું મોં, હાથ આંખ તથા કપડાં ઊલટીથી ખરડાઈ ગયાં. મને બીક લાગી કે હમણાં જ એ ગુસ્સે થઈને ગમે તેમ બોલશે, પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો પરિચારિકાના મુખ પર ન હતો ગુસ્સો કે ન હતો તિરસ્કાર. તેના મુખ પર તો એ જ ચિરંજીવ દયાભાવ અને શાંતિ વેરતું હાસ્ય હતું. થોડીવારમાં તે સ્નાન કરી પોતાનાં સ્વચ્છ કપડાં પહેરી હસતે મુખે ફરજ ઉપર પાછી હાજર થઈ ગઈ. આવી કેટલી પરિચારિકાઓ હિંદમાં હશે ?
ન
અખંડ આનંદ જાન્યુઆરી ૧૯૫૬
|| ૨૭૧ ||
-આશા નિ. પંડયા