________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આપણે આપણાં અજ્ઞાનથી પ્રતિવર્ષ કરોડો રૂપિયાવિદેશ મોકલી રહ્યાં છીએ અને દેશને દરિદ્રી અને રોગી બનાવી રહ્યાં છીએ, તો સૌએ સમજવું કે ડૉક્ટરો આપણા વૈદ્ય અને હિતેચ્છુ નહિ, પણ વિલાયતની કંપનીના જ વૈદ્ય અને હિતેચ્છુ છે – તેના એજન્ટ છે, કેમ કે જો ડોક્ટરો ન હોય તો એ કરોડો રૂપિયાઓની દવાઓનો કોણ ઉપયોગ કરાવી શકે તેમ છે?તે કારણથી વિદેશી દવાઓ રોગનો નાશ કરે છે એવી ખોટી સમજ દરેકે કાઢી નાખવી જોઈએ અને કુદરતી ઈલાજ -આહાર-વિહારોમાં નિયમિતતા એજ સાચું ઔષધ છે એમ સમજી બને ત્યાં સુધી તે બાબતમાં કાંઈ પણ ભૂલન કરવી તથા ઉત્પન્ન થયેલા રોગનાં કારણો તપાસી તે કારણો દૂર કરવાનો પ્રયત્ન કરવો, જેથી સંપૂર્ણ આરોગ્ય મળશે, પરંતુ જ્યાં સુધી દવાઓનો મોહ ઓછો નથી થતો ત્યાં સુધી શરીર રોગાર્ત જ રહેવાનું છે એમ નિશ્ચ સમજો.
આટલી બીના સંપૂર્ણ સમજ્યા પછી દરેક જણ નીચેની હકીકતો પ્રમાણે વર્તન રાખશે તો તેને જિંદગીમાં કદાપિ રોગ નડશે નહીં.
૧. જ્યારે સંપૂર્ણ ભૂખ લાગે ત્યારે રુચિપૂર્વક, કાંઈક ઉણા રહીને મોઢામાં જ ખોરાકનો રસ થાય ત્યાં સુધી ચાવીને જમો.
૨. જ્યારે ભૂખ ન લાગે, અજીર્ણ થયું હોય, ક્રોધમાં હોઇએ ત્યારે ભોજનન કરવું અને અજીર્ણ થયેલું પચી જાય ત્યાં સુધી ભૂખ્યા રહો. બની શકે તો તેવા પ્રસંગે લાંઘણ કરી લો, પણ કોઇ દિવસ એવા વખતે ખાવાની ભૂલ ન કરો. (મીઠું ભેળવ્યા વિનાના લુખા રોટલા કે રોટલીનો ટુકડો સાવ એકલો, પણ ઘણું ચાવીને ખાવાથી ઘણો મીઠો લાગે અને તરત ફરીથી બીજો ટુકડો ખાવાનું મન થાય ત્યારે સાચી ભૂખ લાગી છે એમ જાણવું.)
૩. જ્યારે ભૂખ લાગી હોય ત્યારે ગમે તે પ્રકારનું આવશ્યક કામ છોડીને જમી જ લો, કારણકે જો તમે નહીં જમો તો પેટમાં વાયુ ઉત્પન્ન થશે અને નવા રોગનું ઘર થશે.
૪. ધાર્મિક ક્રિયાઓનું પૂર્ણ પાલન કરો. મહિનામાં ઓછામાં ઓછા
|| ૧૦ ||