________________
મેં વાંચ્યું તમે પણ વાંચો છે. તેથી બાપ ટીકા કરે છે કે, આ માસ્તર તો ધંધો કરે છે. પરંતુ બાપ ભૂલી જાય છે કે તે પોતે, પણ છોકરાને ધંધાની દૃષ્ટિથી જ ભણવા મોકલે છે. જો પોતે ધંધાની દૃષ્ટિ રાખતો હોય તો પછી શિક્ષક પણ શા માટે ધંધાની દૃષ્ટિ ન રાખે? તેને દોષ કેમ દઈ શકાય ? આમ શિક્ષણ ધંધાકીય થયું છે અને સ્થિતિ એવી સર્જાઈ છે કે, વિદ્યાર્થી જ્ઞાન લેવા આવતો નથી અને શિક્ષક જ્ઞાન આપવા આવતો નથી આવી નિર્બળ અને નિસ્તેજ શિક્ષણ વ્યવસ્થામાંથી સિંહો કયાંથી નીકળે ? તેમાંથી તો બકરાઓ જ નીકળે.
સમાજ પણ આજે જ્ઞાનપરાયણ નથી. આજે શાળા તેમજ કોલેજોનાં બિલ્ડિગોપર “જ્ઞાનમંદિર”નાં પાટિયાં તો લગાડેલાં છે, પણ તેમની લગભગ દરેક સંસ્થામાં જ્ઞાન નથી મળતું, તેમને તો ફકત અર્થ પ્રાપ્તિનો જ ખ્યાલ હોય છે. શિક્ષણે માણસને હિમતવાન બનાવવો જોઈએ. પરંતુ આજના શિક્ષિત યુવાનો પાંચ – સાત વર્ષ કોલેજમાં શિક્ષણ મેળવી બહાર નીકળે છે ત્યારે રસ વગરના શેરડીના કૂચા જેવા થઈને બહાર નીકળે છે. અલબત્ત, તેમનામાં ઉન્મત્તતા જોવા મળે છે, પણ તેજસ્વિતા હોતી નથી.
જીવંત જીવન જીવવાને બદલે જેમાં દહાડા કાઢવાની વૃત્તિ નિર્માણ થાય, આવી આત્મનાશક શિક્ષણપદ્ધતિથી ફાયદો શો ? તેનો હેતુ શો ? છોકરાઓ ભણીને કમાશે અને છોકરીઓ ભણેલી હશે તો એને સારો વર મળશે આવી ક્ષુદ્રવૃત્તિ આજે બધે જોવા મળે છે. તમે સંતાનોને દૂધ પાશો પણ નિર્બળ વિચારોથી પાશો તો તેનાથી ક્ષુદ્રતા જ આવશે. પણ શુદ્ધ ને તેજસ્વી હેતુથી પાણી પણ પાશો તો પણ તેમના વિચારો દૃઢ થશે અને તેમનામાં તેજસ્વીતા આવશે.
સ્પેન્સર જેવા શિક્ષણશાસ્ત્રી કહે છે કે શિક્ષણથી કોઈ દિવસ માણસ મહાન થતો નથી. જે મહાન થઈ ગયા તે શિક્ષણથી મહાન નથી થયા, પણ જીવનના સંસ્કારથી થયા છે. મૂળ વાત એ છે કે માણસને જીવન જીવવાનું શિક્ષણ મળવું જોઈએ. આવું શિક્ષણ તો સજીવનથી જ મળી શકે, આવું
|| ૨૩૪ ||