SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો વર્તન માટે ઉત્તેજીત કરવા પૂરતી છે. અમેરિકાના આંકડા ચોંકાવનારા છે. અમેરિકામાં અનેક ચેનલો પર દિવસ-રાત ચાલતાં પ્રસારણને કારણે બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધીમાં તે ૧૮ હજાર હત્યાઓ ટી.વી. પર નિહાળી ચૂક્યું હોય છે. બાળકો માટેના કાર્યક્રમોમાં પણ પ્રત્યેક કલાકે આઠ ઘટનાઓ હિંસાની હોય છે. બ્લીસ”નામના સામયિકમાં સ્વામી સંત સેવાદાસજીએ ભારે પરિશ્રમ બાદ રજુ કરેલ આ સર્વેક્ષણ દરેક વાલીએ સમજવા જેવું છે. કારણ કે આપણે ત્યાં પણ આવતી કાલે આ બધું આવવાનું જ છે. “સુબહ” દ્વારા આપણા દૂરદર્શને બાળકોને ઘણું જોખમી જ્ઞાન આપી દીધું છે, ત્યારે પ્રત્યેક ઘરમાં પડેલો આ એક આંખનો રાક્ષસ તમારા બાળકોને ભરખી ના જાય તેની સાવચેતી અત્યારથી જ રાખવાની છે (કલ્યાણ જુલાઈ - ઓગષ્ટ ૧૯૮૭) ૮૧૨૮ લીટરના ઘડા જયપુરના મહારાજ ૧૯૦૨ની સાલમાં સમ્રાટ એડવર્ડના બાદશાહ બનવાના પ્રસંગમાં હાજરી આપવા માટે લંડન જવાના હતા. પોતાની આ લાંબી મુસાફરી દરમ્યાન એ ફકત ગંગાજળ પીવા માંગતા હતા. એટલા માટે એમણે ચાંદીના બે મોટા ઘડા બનાવ્યા. આ ઘડા પાંચ ફૂટ ત્રણ ઈંચ ઊચા છે અને એનો ઘેરાવો આઠ ફૂટ સવા ઈચ છે. એનું કુલ વજન ૩૪૨ કિલો જેટલું છે. બન્નેમાં મળીને આઠ હજાર એકસો અઠયાવીસ લિટર પાણી સમાય છે. ગોવિંદ નારાયણ નામના સોનીએ આ બન્ને બનાવેલા તે ઘડા જયપુરના રાજમહેલમાં આજે પણ મૂકેલા છે. દુનિયાભરમાં ચાંદીના બનેલાએ મોટામાં મોટા ઘડા માનવામાં આવે છે. પોતાની પવિત્રતા સાચવવી એ મુખ્ય છે) -રખેવાળ | ૨૩૦ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy