________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
ક્રોધ નોકરના હાથમાંથી ચાનો કપ પડી ગયો એના પગે થોડા છાંટા ઉડયા અને નોકરનો પગ બળી ગયો.પણ શેઠના દસ રૂપિયાનાકપ ક્રોધ પ્રગટાવ્યો. હરામજાદા. તને હજાર વખત કીધું કે કામ કરતી વખતે ધ્યાન રાખ પણ તું કોઈનું સાંભળ તો જ નથી. આવી રીતે દસ-દસ રૂપિયાની નુકશાન કઈ રીતે સહી શકાય. આ વખતે તારા પગારમાંથી તે જેટલી નુકશાન કરી છે તે કાપી લેવામાં આવશે. ફોગટનો ખાઈ – ખાઈને પુષ્ટ બન્યો છે. પણ કામમાં ચિત્ત રાખતો નથી.
નોકરના પગે ફોલ્લા ઉઠી ગયા એટલી ચા એના પગ પર પડી. એનો કોઈ વિચાર શેઠના મસ્તિકમાં નહોતો. એ પોતાના પગને બતાવવા કે દવા લગાડવા ડોકટરને ત્યાં જવાની રજા માંગે છે. ત્યાં તો શેઠ ફરી તડુકે છે. હવે આટલા છાંટા ઉડયા એમાં આટલો બધો બરાડા કેમ પાડે છે. હમણાં થોડીવારમાં આરામ થઈ જશે. જા કામ કર ચાનો બીજો કપ લઈ આવ.
આ ઓર્ડર નોકરના મગજનો કાબુ ગયો અને એણે દર્દથી પીડાતા પગે પણ અંદર જઈને ચાનો કપ લાવી ગુસ્સા - ગુસ્સામાં શેઠના પગ પર બીજો કપ ઢોળી દીધો.શેઠ પગના દાઝવાથી વધારે આક્રોશમાં આવીને એણે નોકરને પકડી મારવા લાગ્યા. નોકરે પણ શેઠને બે ચાર તમાચા ચોડી દીધા. શેઠે ફોન કરી પુલીસ બોલાવી. શેઠ નોકર બંનેની ફરીયાદ લખાણી. પૈસાનું પાણી થયું. શેઠે નોકરની માર ખાધી. નોકરે ત્યાં છુટો થઈ બીજે નોકરી કરી. જોયું ક્રોધનું પરિણામ. (ક્રોધના કારણે માનવ નરકાતિથિ બની જાય છે. તે વિચારવું.)
જયાનંદ
|| ૨૨૬ II