________________
મેં વાંચ્યું તમે પણ વાંચો (જુગારખાનું) શરૂ કર્યું. તેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રાંતના ચાર હજાર જેટલા રાજકારણીઓ હાજર હતા !! એ કેસનો ઓન્ટરીઓ સરકાર અને એક ખાનગી કંપની ભાગીદારીથી ચલાવશે.દર વર્ષે તેમાંથી ઓન્ટરીઓ સરકારને એકસો મીલીયન ડોલર્સ એટલે કે દસ કરોડ ડોલર્સ, એટલે બે અબજ અને પચાસ લાખ રૂપિયાની કમાણી થશે. આવા ભરચક કેસીનો મોન્ટ્રીયલ અને વિનીપેગમાં ધમધોકાર ચાલે છે અને કવીબેકસીટી,વેનકુવર, નાયગરા ફોલસ તથા ટોરાન્ટો શહેરની મહાનગરપાલિકાઓ પણ કેસીનો શરૂ કરવા તલપાપડ થઈ રહી છે. “બધા લઈ ગયા, અમે રહી ગયા” એવી વૃત્તિ છે. એવા જુગારખાનાઓથી ખૂનામરકીના બનાવો વધશે, માફીયાગિરી અને ચોરીચપાટી વધશે અને શહેરના નાગરિકોના જીવનની શાંતિનો ભંગ થશે એવી ચેતવણીઓની સરકારે જરાપણ પરવા કરી નથી.”અમારે તો પૈસાની જરૂર છે પછી તમે શરાબખાના, જુગારખાના અને વેશ્યાવાડા ચલાવી સરકારને આપો તો સહર્ષ સ્વીકારીશું.” એવી હલકી દાનત છે. લોટરીઓનો રાફડો - ભારતનું અનુકરણ?
પ્રજાનો બરડો ભાંગી જાય એટલા કરવેરા નાખીને જ સરકારને સંતોષ નથી. ભારતની જેમકેનેડામાં પણ લોટરીનું ગાંડપણ પૂરઝડપે ચાલે છે. કેનેડાના દસ પ્રાંતોમાંથી આઠ પ્રાંતોમાં લોટરીની બિમારી “સરકાર માન્ય” છે.અરે સરકારોજ તે ચલાવે છે. તેવા જુગાર માટે કરોડો ડોલરોની જાહેરાતો અખબારો, રેડિયો અને ટેલિવિઝન પર આપવામાં આવે છે અને નબળા મનના નાગરિકોને “એક રાતમાં કરોડપતિ”થવાના અરમાનોના“હથેલીમાં ચાંદ”બતાવાય છે. આવી લોટરીથી કરોડોની આશા-આકાંક્ષાઓ ભોઈ ભેગી થાય છે અને કેટલાક કરોડપતિને બદલે “રોડપતિ બની જાય છે. લાખોમાં એકને જ્યારે લોટરીનું ઈનામ લાગે છે ત્યારે મોટા મથાળે એમના ફોટા સાથે લોટરી કોર્પોરેશન જ ભરપૂર પ્રસિદ્ધ કરે છે. “તમે લોટરીની ટિકિટ ખરીદશો તોજ કરોડપતિ થઈ શકશો.”એવું કોણીમાં મધ લગાડી ઢંઢેરો પીટવામાં આવે
૨૦ ||