________________
મેં વાંચ્યું તમે પણ વાંચો વપરાતું હોય છે.
રેશમ કાપડરૂપે જુદાં-જુદાં નામે ઓળખાય છે. વણાટ, શૈલી, ભાત અને જ્યાં વણાતું હોય તે સ્થળ વગેરે પર આ ઓળખનો આધાર છે. બોસ્કી, શુદ્ધ કેપ, શુદ્ધ ચીનોન,શુદ્ધ શીફોન,શુદ્ધ સાટિન વગેરે જેવા કાપડ ૧૦૦ટકા રેશમના બનેલા હોય છે. વળી બનારસ, બેંગ્લોર, ભાગલપુર, ધર્માવરમ, કાશ્મીર, ખંભાત, કાંચીપુરમ (કાંજીવરમ), મુર્શિદાબાદ વગેરે સ્થળોની સાડીઓ, પટોળાં (પાટણ,(પોચમપલ્લી)હૈદ્રાબાદ તથા ઓરિસ્સાનાં)અને ઢાકાઈ, તનછોઈ, ટસર,ટિશ્ય,ટેમ્પલ સાડી, મહારાષ્ટ્રની પૈઠન સાડી વગેરે પણ ૧૦૦ ટકા શુદ્ધ રેશમની બનેલી હોય છે.
કલકત્તા, ગઢવાલ, મદુરાઈ તથા શાંતિનિકેતનની સાડી સંપૂર્ણરેશમી અથવા સંપૂર્ણ સુતરાઉ હોય છે.
આંધ્ર પ્રદેશના નારાયણપઠની “ઈકલ” સાડી સંપૂર્ણ રેશમની અથવા સુતર મિશ્રિત રેશમની હોય છે. વેંકટગિરિ સાડી સંપૂર્ણ સુતરાઉ અથવા રેશમ મિશ્રિત સુતરાઉ હોય છે.
ચીંદરી, ટીશ્ય, મહેશ્વરી, પુના અને વેંકટગિરિની સાડીમાં તાણામાં રેશનો તાર હોય છે અને વાણામાં સુતરાઉ તાર હોય છે.
મણીપુરી કોટા તથા મુગા કોટાની સાડીમાં રેશમી તથા સુતરાઉ બંને તાર હોય છે.
મટકા” સીલ્ક પણ શુદ્ધ રેશમી તારનું બનેલું હોય છે. આમાં તાણાનો તાર સામાન્ય રીતે વપરાતા રેશમનો તાર હોય છે, જ્યારે વાણામાં ફૂદડાએ બહાર નીકળવા માટે કાપી નાખેલા કોશેટાના તૂટેલા તાર વપરાય છે. આ ફૂદડા ઇંડા મુકે ત્યારબાદ તેને કચડી નાખવામાં આવે છે.
કેપ, ચીનોન, શીફોન, ગજી, જ્યોર્જેટ, સાટિન જેવા કાપડ માનવસર્જિત રેસા એટલે કે “આર્ટસિલ્કના”પણ બને છે. સસ્તી તનછોઈમાં તાણામાં શુદ્ધ રેશમ અને વાણામાં “આર્ટ સિલ્ક”ના તાર વપરાતા હોય છે.
| ૨૦ ||